5 કલાક પેહલા
- કૉપી લિંક
બોની કપૂરે હાલમાં જ પુત્ર અર્જુન કપૂર વિશે વાત કરી છે. તેણે કહ્યું કે જ્યારે તેના અને તેની પહેલી પત્ની મોના શૌરીના છૂટાછેડા થયા ત્યારે તેની સૌથી વધુ અસર અર્જુન કપૂર પર પડી હતી. આનું પરિણામ તેણે શાળામાં ભોગવવું પડ્યું. તેણે એ પણ જણાવ્યું કે અર્જુનના જીવનનો સૌથી ખરાબ તબક્કો એ હતો જ્યારે તેની ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી અને તેની માતાનું નિધન થયું હતું. અર્જુનના વખાણ કરતાં બોનીએ કહ્યું કે તે ખૂબ જ સારો અભિનેતા છે, પરંતુ તે માત્ર યોગ્ય ફિલ્મની રાહ જોઈ રહ્યો છે.
બોનીએ કહ્યું,’અર્જુન યોગ્ય તકની રાહ જોઈ રહ્યો છે’
બોલિવૂડ હંગામા સાથે વાત કરતી વખતે બોનીએ અર્જુનના કરિયરમાં આવેલા પતન વિશે વાત કરી હતી. તેણે કહ્યું,’અર્જુનને પોતાનામાં ઘણો વિશ્વાસ છે. તે માત્ર યોગ્ય તકની રાહ જોઈ રહ્યો છે. તે જાણે છે કે તેણે તેની કારકિર્દીમાં કેટલીક ખોટી પસંદગીઓ કરી હતી. આટલી બધી નિષ્ફળતાઓ પછી પણ તેણે પોતાની જાતને નબળી પડવા દીધી નથી. મને લાગે છે કે તે પરિવારમાં સૌથી મજબૂત વ્યક્તિ છે. જોકે, તેણે અંગત અને વ્યાવસાયિક જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે’.
અર્જુનની માતા મોના શૌરીનું 2012માં નિધન થયું હતું.
અર્જુન સારી ફિલ્મમાં કામ કરી રહ્યો છે
અર્જુન બોની અને તેની પહેલી પત્ની મોના શૌરી કપૂરનો પુત્ર છે. બોનીએ કહ્યું કે, જ્યારે તેના અને મોનાના છૂટાછેડા થયા ત્યારે અર્જન ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થયો હતો. તેણે કહ્યું- જ્યારે હું મોનાથી અલગ થયો તો અર્જુનને સ્કૂલમાં પરિણામ ભોગવવા પડ્યા. પછી તેની માતાનું અવસાન થયું, જે તેના માટે મોટી ખોટ હતી. આ પછી તેની પ્રોફેશનલ લાઈફમાં પણ વસ્તુઓ સારી ન ચાલી. તેની કેટલીક ફિલ્મો સારી રહી ન હતી. જે તેના માટે બીજો મોટો આંચકો હતો. આ બધું હોવા છતાં, અર્જુન અડગ રહ્યો અને આ સમસ્યાઓનો મજબૂતીથી સામનો કર્યો. મને ખાતરી છે કે તેનો સમય આવશે કારણ કે મને લાગે છે કે તે એક શાનદાર અભિનેતા છે. હાલમાં તે ખૂબ જ સારી ફિલ્મમાં કામ કરી રહ્યો છે.
અર્જુનની 2 મોટી ફિલ્મો આગામી દિવસોમાં રિલીઝ થશે.
અર્જુન છેલ્લે ફિલ્મ ‘ધ લેડી કિલર’માં જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં તે ‘સિંઘમ અગેઈન’ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગન, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, અક્ષય કુમાર, કરીના કપૂર, ટાઈગર શ્રોફ જેવા કલાકારો પણ છે. અર્જુન બોની કપૂરની ફિલ્મ ‘નો એન્ટ્રી 2’માં વરુણ ધવન અને દિલજીત દોસાંજ સાથે પણ જોવા મળશે.