48 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં આવી રહ્યા હતા, પરંતુ બંનેમાંથી કોઈએ તેમના રિલેશનશિપ વિશે કંઈપણ કન્ફર્મ કર્યું ન હતું. આખરે હવે અર્જુન કપૂરે જાહેરમાં તેમના બ્રેકઅપના સમાચારને કન્ફોર્મ કર્યા છે. તેણે કહ્યું છે કે તે હવે સિંગલ છે. અર્જુનનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
અર્જુન કપૂરે કન્ફર્મ કર્યું મલાઈકા અરોરા સાથે બ્રેકઅપ અર્જુન કપૂરે એક ઈવેન્ટ દરમિયાન આ વિશે ખુલીને વાત કરી હતી. વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પાર્ટી ચાલી રહી છે અને ભીડ બૂમો પાડી રહી હોય છે. ત્યારે અર્જુન કહે છે, “હું અત્યારે સિંગલ છું.” ત્યાં ઊભેલા વ્યક્તિના ખભા પર હાથ મૂકીને તે આગળ કહે છે કે જ્યારે તેણે ટોલ અને હેન્ડસમ કહ્યું ત્યારે લાગ્યું કે તે લગ્નની વાત કરી રહ્યા છે.
2019માં અર્જુન-મલાઈકા રિલેશનમાં આવ્યા હતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ 2019માં એકબીજા સાથેના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા અને બંને બધાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. પરંતુ થોડા મહિનાઓથી બંને અલગ થયા હોવાના સમાચાર આવી રહ્યા હતા.
હાલમાં જ મલાઈકા અરોરાના પિતાનું અવસાન થયું હતું, તે સમયે અર્જુન કપૂર મલાઈકા અને તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો, આવી સ્થિતિમાં ફેન્સને લાગવા માંડ્યું હતું કે કદાચ બંને હજી પણ સાથે છે, પરંતુ અર્જુન કપૂરે હવે આ વાતની પુષ્ટિ કરી હતી.
અગાઉથી ચર્ચા હતી કે બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે હાલમાં જ અર્જુને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી, જેના પછી લોકોને શંકા થવા લાગી હતી કે તેની અને મલાઈકા વચ્ચે બધુ બરાબર નથી. 23 ઓક્ટોબરે મલાઈકાનો જન્મદિવસ હતો, જેના પર અર્જુન કપૂરે તેને શુભકામનાઓ પાઠવી ન હતી, પરંતુ બાદમાં તેણે એક રહસ્યમય પોસ્ટ શેર કરી અને લખ્યું, “તમે કોણ છો તે ક્યારેય ભૂલશો નહીં.” આ ડાયલોગ ‘ધ લાયન કિંગ’નો હતો, પરંતુ લોકો તેને મલાઈકા સાથે જોડી રહ્યા હતા.
અર્જુન કપૂરનું વર્ક ફ્રન્ટ અર્જુન કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે દિવાળીના અવસર પર આવી રહેલી રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેન’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેનું વિલનનું પાત્ર બતાવવામાં આવ્યું છે.