5 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી હાલમાં માધુરી દીક્ષિત સાથે ‘ડાન્સ દીવાને 4’માં જજ તરીકે જોવા મળી રહ્યો છે. એક એપિસોડ દરમિયાન સુનીલે કંઈક એવું કહ્યું કે તેની દીકરી અથિયા શેટ્ટીની પ્રેગ્નન્સીની અફવાઓ હાલ ચર્ચાનો વિષય બની છે.
તાજેતરમાં જ ડાન્સ દીવાને 4 શોમાં દાદા-દાદીનો સ્પેશિયલ એપિસોડ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણા સ્પર્ધકોએ આ થીમ પર રસપ્રદ પર્ફોર્મન્સઆપ્યું છે. એક પર્ફોર્મન્સ પછી, શોની હોસ્ટ ભારતી સિંહે સુનીલ શેટ્ટીને કહ્યું કે જ્યારે પણ તે નાના બનશે, ત્યારે તેમણે ઘણું બદલવું પડશે કારણ કે તેઓ નાનાની ઉંમર જેવા તો દેખાતો નથી. કોઈ પણ બાળક આવા ગુડ લુકિંગ નાનાને સંભાળી ન શકે.
આના જવાબમાં સુનિલે કહ્યું, હા, જ્યારે હું આગામી સિઝનમાં આવીશ ત્યારે નાનાની જેમ સ્ટેજ પર ચાલીશ. સુનીલના નિવેદન બાદ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે આગામી સિઝન સુધીમાં દાદા બની શકે છે. જો કે, આ અંગે કોઈ પુષ્ટિ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીએ ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંને લગભગ 4 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીએ સૂરજ પંચોલી સાથે 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નથી. આ પછી અથિયા ‘મુબારકાં’, ‘મોતીચૂર ચકનાચૂર’ જેવી કેટલીક ફિલ્મોમાં જ જોવા મળી છે. લગ્ન બાદ કોઈ ફિલ્મ સાઈન કરી નથી.

સુનીલ શેટ્ટી પાસે 2 મોટી ફિલ્મો છે
સુનીલ શેટ્ટી જે આજકાલ ‘ડાન્સ દીવાને 4’ને જજ કરતો જોવા મળી રહ્યો છે, તે ટૂંક સમયમાં બે મોટી ફિલ્મોમાં જોવા મળશે. પહેલી ફિલ્મ વેલકમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ છે, જ્યારે બીજી ફિલ્મ ‘હેરાફેરી 3’ બનવા જઈ રહી છે, જે હેરાફેરી ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે.