- Gujarati News
- Entertainment
- Ayushmann Khurrana’s Wife Suffers A Relapse Of Breast Cancer After Seven Years, Tahira Has A Special Message For Fans
1 કલાક પેહલા
- કૉપી લિંક
આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ સાત વર્ષ પહેલાં બ્રેસ્ટ કેન્સર ફ્રી થઈ હતી. પરંતુ તેણે તાજેતરમાં પોસ્ટ કરી બધાને ચોંકાવી દીધા છે. તાહિરાએ જાણકારી આપતાં કહ્યું કે- વર્ષ 2018માં સ્વસ્થ થયેલા બ્રેસ્ટ કેન્સરે ફરી ઊથલો માર્યો છે. આ બાબત સામે આવતાની સાથે જ લોકો તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
ફરી બ્રેસ્ટ કેન્સર થતાં તાહિરાનો ચાહકો માટે ખાસ મેસેજ આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લખ્યું- થોડી મુશ્કેલી અથવા રેગ્યુલર સ્ક્રિનિંગની તાકાત- આ એક વિચાર છે, મેં બીજો ઓપ્શન સિલેકટ કર્યો હતો અને જે લોકોને દરરોજ મેમોગ્રામની જરૂરત છે તે બધાને એવી જ સલાહ આપીશ. મારા માટે રાઉન્ડ 2….મને ફરીથી બ્રેસ્ટ કેન્સર થયું છે.
પોસ્ટના કેપ્શનમાં લખ્યું- જ્યારે જીવન તમને લીંબુ આપે, ત્યારે લીંબુ શરબત બનાવો. જ્યારે જીવન ખૂબ ઉદાર બની જાય અને વારંવાર તમારા પર પડકાર ફેંકે છે, ત્યારે શાંતિથી તમે તેને તમારા ફેવરિટ કાલા ખટ્ટા (શરબત)માં ભેળવી દો. અને સારા ઇરાદાથી પીઓ. કારણ કે એક તો તે તમારા માટે સારું રહેશે અને બીજું તમે જાણો છો કે તમે ફરીથી તમારું બેસ્ટ આપશો. નિયમિત સ્ક્રીનીંગ કરાવો. મેમોગ્રામથી ડરશો નહીં. ફરી એકવાર બ્રેસ્ટ કેન્સર. આપણે શક્ય તેટલું પોતાનું ધ્યાન રાખવું જોઈએ. કોમેન્ટ સેક્શનમાં લોકો તાહિરાને હિંમત આપી રહ્યા છે કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે.
બ્રેસ્ટ કેન્સર પહેલીવાર 2018માં સામે આવ્યું હતું 2018માં તાહિરને બ્રેસ્ટ કેન્સર થયું હતું. તાહિરે તેના વિશે જાગૃતિ ફેલાવી અને પોતાની યાત્રા વિશે ખુલીને વાત કરી. તેણે બ્રેસ્ટ કેન્સરનાં નિશાન પણ બતાવ્યાં હતાં. તાહિરાએ વિશ્વ કેન્સર દિવસ પર પોતાના વાળ વગરનાં ફોટા શેર કર્યા હતા અને એક પાવરફુલ મેસેજ લખ્યો હતો. એ સમયે તાહિરાએ કહ્યું હતું કે- જ્યારે ડોક્ટર્સે તેને બ્રેસ્ટ રિમૂવ કરવાનું કહ્યું ત્યારે તેની આંખમાંથી પાણી આવી ગયું હતું. આયુષ્માનને પણ આઘાત લાગ્યો હતો. જોકે, પછી આયુષ્માને તેને સંભાળી હતી. તેને પૂરો સપોર્ટ કર્યો હતો. તાહિરાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે કેન્સરની સારવાર દરમિયાન એક પણ દિવસની રજા લીધી નહોતી. તે સોશિયલ મીડિયામાં કેન્સર અવેરનેસને લઈ સતત પોસ્ટ શૅર કરે છે.
આયુષ્માન સાથે 2008માં લગ્ન કર્યા હતા તાહિરાએ 2008માં બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના સાથે લગ્ન કર્યા હતા. તેમને દીકરી વિરાજવીર તથા દીકરી વરુષ્કા છે. તાહિરાએ ‘ઝિંદગી ઇન શોર્ટ’, ‘શર્માજી કી બેટી’ તથા ‘ટોફી’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે.