6 મિનિટ પેહલા
- કૉપી લિંક
NCPના સિનિયર નેતા અને ઉદ્યોગપતિ બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકીની હત્યાના સમાચાર મળતા જ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન તેમના પરિવારને મળવા માટે લગભગ 3 વાગે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો હતો. લીલાવતી હોસ્પિટલની બહાર મીડિયાને જોઈને સલમાન ખાન ગુસ્સે થઈ ગયો હતો.
સલમાન ખાનની કારની સામે ઘણા કેમેરામેન ઉભા હતા, જેના કારણે અંદર જવામાં મુશ્કેલી થઈ રહી હતી. ત્યારે તેનો ગુસ્સે ભરાયેલો ચહેરો કેમેરામાં કેદ થયો હતો. ક્લિપ જોઈને ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે સલમાન પેપ્સ અને લોકોની ભીડ પર ગુસ્સે છે.
લોકોએ કહ્યું- ભાઈ બહુ જ ગુસ્સામાં છે આ ક્લિપ વાયરલ લોકો કોમેન્ટ્સ કરી કર્યા છે. જેમાં એક યુઝર્સે લખ્યું કે, સલમાન આસપાસના લોકોને જોઈને નિરાશ છે. તો બીજા યુઝર્સે લખ્યું કે, ભાઈ બહુ જ ગુસ્સે છે. ઘણા લોકોએ લખ્યું છે કે, સલમાનની આંખોમાં ગુસ્સો દેખાઈ રહ્યો છે. એક ક્લિપમાં લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા બાદ શિલ્પા શેટ્ટી પણ ખૂબ જ હેરાન જોવા મળે છે.
સલમાનના ઘરની બહાર જડબેસાલક સુરક્ષા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોઈને ઘરની બહાર રહેવાની પરવાનગી આપવામાં આવી નથી. ક્રાઈમ બ્રાન્ચે બાબા સિદ્દીકીની હત્યા કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. જેમણે તેમના પર ફાયરિંગ કર્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન દાવો કર્યો છે કે તેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોએ પણ સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો.
બાબા સિદ્દીકી સલમાન ખાનની હંમેશા સાથે રહ્યા બાબા સિદ્દીકી સલમાન ખાન અને તેના પરિવારના ખૂબ નજીક હતા. 2015માં મુંબઈ સેશન કોર્ટે 2002ના હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ બાબા સિદ્દીકી સૌથી પહેલા સલમાનની બહેન અલવીરા સાથે હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેને તરત જ સિનિયર વકીલ હરીશ સાલ્વેનો સંપર્ક કર્યો. હરીશ સાલ્વેએ સલમાનની સજા સ્થગિત કરી.
શાહરુખ-સલમાનની 5 વર્ષની દુશ્મનીનો અંત લાવ્યા હતા બાબા સિદ્દીકી
દર વર્ષની જેમ 2013માં પણ બાબા સિદ્દીકીએ ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં યોગાનુયોગ જ્યારે શાહરૂખ પાર્ટીમાં પહોંચ્યો ત્યારે સલમાન પણ ત્યાં હાજર હતો. પાર્ટીના હોસ્ટ બાબા સિદ્દીકીએ પહેલા શાહરૂખને ગળે લગાવ્યો અને પછી સલમાનને ગળે લગાવ્યો. બાબા સિદ્દીકીને ગળે લગાવતા બંને સુપરસ્ટાર એક જ ફ્રેમમાં આવ્યા હતા. આ દરમિયાન સલમાનના પિતા સલીમ ખાન પણ હાજર હતા. વાંચો સંપૂર્ણ સમાચાર……