22 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફિલ્મ ‘કાલા’ ફેમ અભિનેતા બાબિલ ખાને તેના પિતા અને દિવંગત અભિનેતા ઈરફાન ખાનની યાદમાં એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. આવતીકાલે એટલે કે 29મી એપ્રિલે ઈરફાન ખાનની પુણ્યતિથિ છે. આ પહેલા તેમના પુત્ર બાબિલે તેમને યાદ કર્યા હતા. બાબિલે લખ્યું- તમે મને યોદ્ધા બનવાનું શીખવ્યું, પરંતુ પ્રેમ અને દયા સાથે જોડવાનું પણ શીખવ્યું. તમે મને આશા શીખવી અને તમે મને લોકો માટે લડવાનું શીખવ્યું. તમારી પાસે ચાહકો જ નહી, તમારો પરિવાર પણ છે, અને હું તમને વચન આપું છું કે બાબા, જ્યાં સુધી તમે મને બોલાવશો નહીં ત્યાં સુધી હું આપણા લોકો અને આપણા પરિવાર માટે લડીશ. હું હાર માનીશ નહિ. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.’
પોસ્ટની સાથે બાબિલે તેના પિતાની કેટલીક તસવીરો પણ શેર કરી છે
ત્રણ દિવસ પહેલા બાબિલે એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી અને તેને ડિલીટ કરી હતી. બાબિલની આ પોસ્ટ પછી તેના ફેન્સ નારાજ થઈ ગયા. હકીકતમાં તેણે પોસ્ટમાં લખ્યું હતું, ‘ક્યારેક મને હાર માની બાબા પાસે જવાનું મન થાય છે.’ આ પોસ્ટ વાઈરલ થઈ ત્યારથી બાબિલ સમાચારોમાં છે.
ઈરફાનનું 2020માં અવસાન થયું હતું
ઈરફાને 1995માં સુતાપા સિકદર સાથે લગ્ન કર્યા હતા, જેમને તે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ખાતે અભ્યાસ કરતી વખતે મળ્યો હતો. આ દંપતીને બે પુત્રો છે, જેનું નામ બાબિલ અને અયાન છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેમણે કામ માટે નામ કમાવવા ઉપરાંત, ઈરફાને ઓસ્કાર વિજેતા ફિલ્મોમાં પણ કામ કર્યું છે જે ‘લાઈફ ઓફ પાઈ’, ‘ધ અમેઝિંગ સ્પાઈડર-મેન’, ‘ઈન્ફર્નો’ વગેરે છે.
ઈરફાન ખાનને 2018માં ન્યુરોએન્ડોક્રાઈન કેન્સર હોવાનું નિદાન થયું હતું અને લગભગ 2 વર્ષથી તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ 29 એપ્રિલ, 2020 ના રોજ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.
બાબિલ ખાનના આગામી પ્રોજેક્ટ્સ
બાબિલે ફિલ્મ ‘કાલા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તાજેતરમાં તે કે.કે.મેનન, આર. માધવન દિવ્યેન્દુ સાથે ‘ધ રેલવે મેન’માં જોવા મળ્યો હતો. ત્યાર બાદ બાબિલ અમિતાભ બચ્ચન સાથે શૂજિત સરકારની દિગ્દર્શિત ડેબ્યૂ ફિલ્મ ‘ધ ઉમેશ ક્રોનિકલ્સ’માં જોવા મળશે.