11 મિનિટ પેહલા
- કૉપી લિંક
સિંગર અને રેપર બાદશાહે આરોપોને નકારી કાઢ્યા છે કે ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેને અને તેની ટીમ પર 15,500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
બાદશાહે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘ભાઈ, મારી પાસે થાર પણ નથી અને ન તો હું તે દિવસે ગાડી ચલાવી રહ્યો હતો. મને સફેદ વેલફાયરમાં લાવવામાં આવી રહ્યો હતો અને અમે હંમેશા જવાબદારીપૂર્વક વાહન ચલાવીએ છીએ, પછી તે કાર હોય કે ગેમ્સ.
બાદશાહની ટીમનું સત્તાવાર નિવેદન આ સિવાય બાદશાહની ટીમે પણ મંગળવારે રાત્રે સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 15 ડિસેમ્બરે દિલ્હી એનસીઆરમાં કરણ ઔજલાના કોન્સર્ટ બાદ બાદશાહે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું અને રોંગ સાઈડમાં ગાડી ચલાવી. તેના પર અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા છે. ટીમે કહ્યું કે બાદશાહ અને તેની ટીમના કોઈપણ વાહનો પર કોઈ દંડ ફટકારવામાં આવ્યો નથી. તેઓ સમગ્ર તપાસમાં સહકાર આપી રહ્યા છે અને ટૂંક સમયમાં સત્ય બહાર આવશે.
જાણો સમગ્ર મામલો શું હતો: રોંગ સાઇડમાં થાર ચલાવવી બાદશાહને પડી ભારે!:ટ્રાફિક નિયમો તોડવા બદલ પોલીસે 3 કલમ લગાવી અને ₹15,500નો મેમો ફાટ્યો; કરણ ઔજલાના કોન્સર્ટમાં જઈ રહ્યો હતો રેપર