46 મિનિટ પેહલા
- કૉપી લિંક
રવિવારે સાંજે મુંબઈના બાંદ્રામાં મેટ ગાલા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુષ્મિતા સેન, વામિકા ગબ્બી, હુમા કુરૈશી, બાબિલ સહિત બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ મેટ ગાલા સેલેબ્સ તેમના ડિઝાઇનર ડ્રેસને કારણે સમાચારમાં છે. તસવીરો સામે આવ્યા પછી, કેટલાક લોકો સેલેબ્સનાં ડ્રેસિંગ સેન્સની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેમના કપડાંની મજાક ઉડાવી રહ્યા છે.
રેડ કાર્પેટ પર બાબિલ-હુમાની બબાલ! એવામાં રેડ કાર્પેટ પર બાબિલે બે કારણોસર બધાનું ધ્યાન ખેંચ્યું. પહેલું કારણ એ હતું કે તે ઈવેન્ટમાં ખૂબ જ અન-કમ્ફર્ટેબલ દેખાતો હતો. તે વારંવાર પરસેવો લૂછતો જોવા મળ્યો હતો. બીજું કારણ બાબિલની હુમા કુરૈશી સાથે મીઠી નોકઝોક થઈ હતી. હુમા અને બાબિલ એક જ સમયે રેડ કાર્પેટ પર પહોંચ્યાં હતાં. આ દરમિયાન બંનેએ એકબીજા સાથે વાતો કરી. બાબિલએ હુમાને ફરિયાદ કરી અને કહ્યું કે- મારો ફોન કેમ નથી ઉપાડતી? આગળ તેણે ફરીથી પૂછ્યું, શું તું મારાથી ગુસ્સે છો? આના પર હુમા કુરૈશીએ તેને ઇગ્નોર કરી અને કહ્યું- મને આ બાબતે કોઈ ખ્યાલ નથી. આટલું કહીને એક્ટ્રેસ આગળ વધી જાય છે.
તનિષા મુખર્જીની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરવામાં આવી તનિષા મુખર્જી રેડ કાર્પેટ પર બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં આવી હતી. તેના કપડાં ખૂબ જ ટ્રાન્સપરન્ટ હતા. તનિષાનો લુક સામે આવ્યા પછી, યુઝર્સ તેની સરખામણી ઉર્ફી જાવેદ સાથે કરી રહ્યા છે, કારણ કે ઉર્ફી આવા વિચિત્ર કપડાં પહેરી પાપારાઝીને પોઝ આપે છે.

તનિષા મુખર્જીનો આઉટફિટ

વિચિત્ર કપડાંને કારણે ટ્રોલ થઈ એક્ટ્રેસ

સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયાં
સુષ્મિતા સેનનો સુંદર લુક લોકોને ખૂબ ગમ્યો સુષ્મિતા સેન રેડ કાર્પેટ પર બ્લેક બોડી ફિટ ડ્રેસ અને બ્લેક ટેલમાં પહોંચી હતી. તેણે નેટ કેપ સાથે લુક પૂર્ણ કર્યો. સુષ્મિતા ઇવેન્ટમાં પહોંચતાની સાથે જ પાપારાઝીએ તેના વખાણ કર્યાં હતાં. એક્ટ્રેસનો આ લુક લોકોને પણ ખૂબ ગમ્યો છે.

સુષ્મિતા સેનનો સુંદર લુક
વામિકા ગબ્બીની સ્ટાઈલનાં વખાણ થયાં એક્ટ્રેસ વામિકા ગબ્બી બ્લેક ચમકદાર ફિશકટ ડ્રેસ અને બુરખાવાળી નેટ કેપમાં આવી હતી. વામિકાની ફેશન સ્ટાઈલનાં વખાણ કરવામાં આવ્યાં.

રેડ કાર્પેટ પર પોઝ આપતી વામિકા ગબ્બી
આ સેલેબ્સના રેડ કાર્પેટ લુક્સ પણ જુઓ-

કબીર સિંહ એક્ટ્રેસ નિકિતા દત્તા ડાર્ક ડ્રેસમાં આવી હતી.

અહસાસ ચન્નાએ સ્કાય બ્લૂ અને પિંક કોમ્બિનેશન ડ્રેસ પહેર્યો હતો.

હુમા કુરૈશી ઓફ વ્હાઇટ બ્લેઝર અને વ્હાઇટ વીલ નેટમાં જોવા મળી હતી.