7 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘બિગ બોસ-17’માં ફરી એકવાર વિકી જૈન અને અંકિતા લોખંડે વચ્ચે લડાઈ થઈ રહી છે. વાસ્તવમાં, વિકી આયેશા ખાનને જોઈને ‘ભીગે હોંઠ તેરે’ ગીત ગાતો હતો. આયેશા અને ઈશા માલવિયાને આ વિચિત્ર લાગે છે. અંકિતા વિકીને ગીત ગાતા સાંભળે છે. પતિનું આ વર્તન જોઈને અંકિતાને ખૂબ ગુસ્સો આવે છે.
શું હતો સમગ્ર મામલો
આયેશા-ઈશા અને વિકી ગાર્ડન એરિયામાં સુતા હતાં. ત્રણેય એકબીજાની વચ્ચે વાતો કરી રહ્યા છે. તે જ સમયે, વિકી આયેશાને જુએ છે અને ‘ભીગે હોંઠ તેરે’ ગીત ગાવાનું શરૂ કરે છે. વિકીને આ રીતે ગાતો જોઈને બંને ચોંકી જાય છે. આયેશા કહે છે કે, આજે મેં સ્લીવલેસ ડ્રેસ પહેર્યો છે. આના પર વિકી કહે છે, તેથી જ મને આ ગીત યાદ આવ્યું. આ સાંભળીને બંને અંકિતાને બોલાવે છે.
- આ સાંભળીને અંકિતા ગુસ્સામાં વિકી પાસે આવે છે. તે વિકીને કહે છે, તે શું ગંદી વાતો કરી રહ્યો છે, હું તને પ્રેમ કરું…આ બધું શું છે….
- આ મામલો ઉકેલવા માટે ઈશા અને આયેશા કહે છે કે આ એક મજાક હતી.
- અંકિતાએ કહ્યું ના, હું મારા પતિને સારી રીતે ઓળખું છું, શું કહેવાનો મતલબ હતો..
- આયેશા અંકિતાને રોકે છે અને કહે છે કે આ બહાર બહુ ખોટી રીતે જશે, તેઓ મસ્તી કરતા હતા.
- અંકિતાએ કહ્યું કે તેનાથી મને કોઈ ફરક નથી પડતો.
અંકિતા અને વિકી મન્નારાને લઈને લડ્યા
લેટેસ્ટ પ્રોમોમાં વિકી અને અંકિતા વચ્ચે મન્નારાને લઈને લડાઈ જોવા મળી હતી. વાસ્તવમાં અંકિતા અને મન્નારા એકબીજા સાથે બિલકુલ વાત નથી કરતા. આવી સ્થિતિમાં વિક્કીને મન્નારા સાથે વાત કરતા જોઈને અંકિતા ગુસ્સે થઈ ગઈ. વિકીએ પણ અંકિતાને મુનાવ્વર વિશે ઘણું કહ્યું. તેણે કહ્યું, તમે પણ મુનાવ્વર સાથે એક જ કપમાં ચા પીઓ. અંતે વિકી તેની પત્ની પર બૂમો પાડે છે અને તેને મુનાવ્વર સાથે વાત કરવાનું બંધ કરવા કહે છે. હું મન્નારા સાથે વાત કરવાનું બંધ કરી દઈશ.
સના રઈસ ખાનનો હાથ પકડ્યો હતો તે વાત લઈને ટ્રોલ થયો હતો
બિગ બોસની સ્પર્ધક સના રઈસ ખાન સાથે વિક્કીને પણ ટ્રોલ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં બંનેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં વિક્કી અને સના એકબીજાના હાથ પકડી રહ્યા હતા. અંકિતા અને વિકીએ શોમાં ઘણી વખત અન્ય છોકરીઓને લઈને ઝઘડો કર્યો છે. હાલમાં જ શોમાંથી બહાર કરવામાં આવેલી ખાનઝાદીને લઈને બંને વચ્ચે ઘણી દલીલો થઈ છે.