7 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીવી એક્ટ્રેસ હિના ખાન તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. તેણે અત્યાર સુધીમાં પાંચ કીમોથેરાપી કરાવી છે અને હવે તેની અસર પણ દેખાઈ રહી છે. હિનાએ હાલમાં જ એક ફોટો શેર કર્યો છે, જેને જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો અને પ્રાર્થના કરશો કે આવી બીમારી કોઈ દુશ્મનને પણ ન થાય.
હિના ખાને છેલ્લી કિમોથેરાપી પહેલા સ્ટોરી શેર કરી હિના ખાને તેની આંખોની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કીમોથેરાપીના કારણે એક્ટ્રેસે તેની સુંદર, લાંબી પાંપણ ગુમાવી દીધી છે. હવે એક છેલ્લી પાંપણ બાકી છે. તેની આઈબ્રોના વાળ પણ ખરી ગયા છે. હિના ખાને કેપ્શનમાં લખ્યું, ‘આ સમયે મારી પ્રેરણાનો સ્ત્રોત શું છે તે જાણવા માગો છો? એક સમય હતો જ્યારે મારી સુંદર પાંપણો મારી આંખોની સુંદરતામાં વધારો કરતી હતી. આ આનુવંશિક રીતે ખૂબ લાંબા અને સુંદર લેશ હતા. આ બહાદુર…સિંગલ વોરિયર, મારી છેલ્લી આંખે, મારી સાથે બધું જ સહન કર્યું. કીમોના મારા છેલ્લા સ્ટેજમાં આ એક જ પાંપણ મારી પ્રેરણા છે. હું આ મુશ્કેલ સમયને પણ પાર કરીશ.
હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર છેલ્લી કિમોથેરાપી પહેલાની સ્ટોરી શેર કરી
શૂટિંગ વખતે નકલી પાંપણો લગાવે છે હિનાના ચહેરા પર દર્દ સ્પષ્ટ દેખાતું હતું. એક્ટ્રેસે જણાવ્યું કે તેણે એક દાયકાથી નકલી પાંપણો લગાવી નથી. પરંતુ હવે તે તેના શૂટ માટે પહેરે છે.
શૂટિંગ વખતે નકલી પાંપણો લગાવે છે હિના ખાન
ઘણા સેલેબ્સ હિના માટે પ્રાર્થના કરી રહ્યા છે જૂહી પરમાર, રાખી સાવંત, સ્મૃતિ ખન્ના, એકતા કપૂર સહિત ઘણા સેલેબ્સ અને ફેન્સે હિનાની આ પોસ્ટ પર કોમેન્ટ કરી અને તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી.
28 જૂને એક્ટ્રેસે આ પોસ્ટ શેર કરી હતી
હિના ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમી રહી છે હિના ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. તેમની મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારથી એક્ટ્રેસને આ વિશે ખબર પડી ત્યારથી તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સકારાત્મક પોસ્ટ્સ શેર કરી રહી છે.