2 કલાક પેહલા
- કૉપી લિંક
કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’નું ટ્રેલર 7 ઓક્ટોબરે રિલીઝ થવાનું હતું. સાંભળવામાં આવે છે કે મેકર્સે તેને છેલ્લી ઘડીએ મોકૂફ રાખ્યું છે. જોકે નિર્માતાઓએ આ માટે કોઈ સત્તાવાર કારણ નથી આપ્યું, પરંતુ માનવામાં આવે છે કે છેલ્લી ઘડીએ ટ્રેલરમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા, જેના કારણે વિલંબ થયો હતો.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેઇન’ના કારણે આવું બન્યું છે.
તૃપ્તિ ડિમરી ‘ભૂલ ભુલૈયા 3’માં કાર્તિક સાથે જોવા મળશે. તેણે આ ફિલ્મમાં કિઆરા અડવાણીની જગ્યા લીધી છે.
‘સિંઘમ અગેઇન’નું ટ્રેલર 4:45 મિનિટનું હોઈ શકે છે વાસ્તવમાં, ‘સિંઘમ અગેન’ના ડિરેક્ટર રોહિત શેટ્ટીએ રવિવારે જાહેરાત કરી હતી કે તેઓ આ ફિલ્મનું ટ્રેલર 7 ઓક્ટોબરે રિલીઝ કરશે. રિપોર્ટ્સનું માનીએ તો રોહિતની ફિલ્મના ટ્રેલરની લંબાઈ 4 મિનિટ 45 સેકન્ડ રાખવામાં આવી છે. જો આમ થશે તો હિન્દી સિનેમાના ઈતિહાસમાં આ સૌથી લાંબુ ટ્રેલર હશે.
ફિલ્મ ‘સિંઘમ અગેન’ના મોટા ભાગનું શૂટિંગ કાશ્મીરમાં થયું છે. ફિલ્મની વાર્તા આતંકવાદ સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે.
‘ભૂલ ભુલૈયા 3’નું ટ્રેલર આ અઠવાડિયાના અંતમાં આવશે ‘ભૂલ ભુલૈયા 3’ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, ફિલ્મની ટીમે સોમવારે જ ટ્રેલર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે તેણે તેને સ્થગિત કરી દીધું છે. ‘સિંઘમ 3’ના ટ્રેલર પછી જ મેકર્સ હવે ‘ભૂલ ભૂલૈયા 3’નું ટ્રેલર રિલીઝ કરવા માંગે છે. સૂત્રએ વધુમાં જણાવ્યું કે ‘ભૂલ ભુલૈયા 3’નું ટ્રેલર આ સપ્તાહના અંતમાં રિલીઝ થઈ શકે છે.
2007માં રિલીઝ થયેલી ‘ભૂલ ભુલૈયા’માં મંજુલિકાના રોલમાં જોવા મળેલી વિદ્યા બાલન આ ફિલ્મમાં કમબેક કરશે.
બંને ફિલ્મો દિવાળી પર ટકરાશે ‘ભૂલ ભૂલૈયા 3’ અને ‘સિંઘમ અગેઇન’ આ વર્ષે દિવાળી પર ટકરાશે. બંને ફિલ્મો 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જ્યાં ‘ભૂલ ભૂલૈયા 3’માં કાર્તિક આર્યન, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી લીડ રોલમાં જોવા મળશે. જ્યારે ‘સિંઘમ અગેન’ અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર અને જેકી શ્રોફ જેવા કલાકારોથી ભરેલી છે.