2 મિનિટ પેહલા
- કૉપી લિંક
કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ 2024ની દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. બીજી તરફ રોહિત શેટ્ટીએ પણ પોતાની ફિલ્મ ‘સિંઘમ અગેન’ની રિલીઝ ડેટ 1 નવેમ્બર રાખી છે. જેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે દિવાળી પર બે મોટી ફિલ્મો વચ્ચે ટક્કર થઈ શકે છે.
કાર્તિક આર્યન ક્લેશ ઈચ્છતો નથી રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યન આ ટક્કરને ટાળવા માંગે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, તેણે આ અંગે રોહિત શેટ્ટી સાથે ફોન પર વાત કરી અને ‘સિંઘમ અગેન’ની રિલીઝ ડેટ લંબાવવાની વિનંતી કરી. કાર્તિકનું કહેવું છે કે જો ‘સિંઘમ અગેઇન’ 15 નવેમ્બરની આસપાસ રિલીઝ થશે તો બંને ફિલ્મોને ફાયદો થશે. જો બંને ફિલ્મો એકસાથે રિલીઝ થશે તો બોક્સ ઓફિસ પર નુકસાન થઈ શકે છે.
રોહિત શેટ્ટીનો જવાબ આવવાનો બાકી છે અહેવાલો અનુસાર, રોહિત શેટ્ટીએ કહ્યું છે કે તે આ વિશે વિચારીને નિર્ણય લેશે. તે જ સમયે, ‘સિંઘમ અગેન’ એક મોટા બજેટની ફિલ્મ છે, તેથી તેના નિર્માતાઓ પણ વિચારીને પગલાં લેવા માંગે છે.
રલીઝ ડેટમાં ફેરફાર ‘ભૂલ ભુલૈયા 3’ની રિલીઝ દિવાળી પર જ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ‘સિંઘમ અગેઇન’ શરૂઆતમાં સ્વતંત્રતા દિવસે રિલીઝ થવાની હતી, પછીથી તેને દિવાળી પર રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું.
તૃપ્તિ ડિમરી ‘ભૂલ ભુલૈયા 3’માં કાર્તિક આર્યન સાથે જોડી બનવા જઈ રહી છે. આ વખતે ફિલ્મમાં વિદ્યા બાલન પણ જોવા મળશે. જ્યારે ‘સિંઘમ અગેન’માં અજય દેવગનની સાથે કરીના કપૂર ખાન અને દીપિકા પાદુકોણ મહત્ત્વ ની ભૂમિકામાં છે.