5 કલાક પેહલા
- કૉપી લિંક
ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘ભક્ષક’ની સ્ક્રીનિંગમાં ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. ફિલ્મનું સ્ક્રિનિંગ ગઈ કાલે રાત્રે મુંબઈમાં થયું હતું. સ્ક્રીનિંગ પ્રસંગે ભૂમિ પેડનેકર બ્લેક ટીશ્યુ ફેબ્રિક સાડીમાં જોવા મળી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ભૂમિ સાડી અને ખુલ્લા વાળ સાથે સ્લીવલેસ બ્લાઉઝમાં જોવા મળી હતી. તેણે ન્યૂડ મેકઅપ અને ગોલ્ડન કલરની ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

ફિલ્મમાં ભૂમિ પેડનેકર પત્રકારના રોલમાં જોવા મળશે
ભૂમિ તેની બહેન સમીક્ષા સાથે સ્ક્રીનિંગમાં પહોંચી હતી. ‘ભક્ષક’સ્ક્રીનિંગમાં અભિનેતા આદિત્ય શ્રીવાસ્તવે પણ હાજરી આપી હતી.

અભિનેતા આદિત્ય શ્રીવાસ્તવને ટીવી શો CID થી સૌથી વધુ પ્રસિદ્ધિ મળી.
ટીવી એક્ટર અને હોસ્ટ રિત્વિક ધનજાની પણ ‘ભક્ષક’ના સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો. આ સિવાય પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા પણ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા.

સ્ક્રિનિંગમાં અભિનેતા અને હોસ્ટ રિત્વિક ધનજાની પણ જોવા મળ્યો હતો
અહેવાલો અનુસાર, ‘ભક્ષક’ બિહારના વિવાદાસ્પદ મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ પર આધારિત ક્રાઈમ થ્રિલર ફિલ્મ હશે. આ શેલ્ટર હોમમાં રહેતી ડઝનબંધ લાચાર છોકરીઓ સાથે દુર્વ્યવહાર, બળાત્કાર અને ત્રાસના અહેવાલો હતા. આ ફિલ્મ શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ભૂમિ પત્રકારની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ‘ભક્ષક’માં ભૂમિ પેડનેકર, સંજય મિશ્રા, આદિત્ય શ્રીવાસ્તવ, વિભા છિબ્બર, તનિષા મહેતા અને દુર્ગેશ કુમાર જેવા કલાકારો જોવા મળશે.
અભિષેક કુમારની પાર્ટીમાં સેલેબ્સ પહોંચ્યા હતા
બિગ બોસ 17ના રનર અપ અભિષેક કુમારે ગઈકાલે એટલે કે, 6 ફેબ્રુઆરીએ એક પાર્ટીનું આયોજન કર્યું હતું. બિગ બોસ-17ના તમામ સ્પર્ધકોએ પાર્ટીમાં હાજરી આપી હતી. પાર્ટીમાં કોમેડિયન અને BB-17 વિજેતા મુનાવર ફારુકી પણ જોવા મળ્યો હતો.
પાર્ટીમાં અભિષેક અને મન્નરા ચોપરા ડાન્સ કરતા જોવા મળ્યા હતા. મુનાવર ફારુકી અને અભિષેક કુમારની મિત્રતા બિગ બોસના ઘરમાંથી શરૂ થઈ હતી. પરંતુ બહાર આવ્યા બાદ પણ બંને વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી રહી છે. મન્નારા અને મુનાવર ફારુકી પણ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે અભિષેક અને મન્નરાનું આલ્બમ ગીત આવવાનું છે. આ પાર્ટીમાં મુનાવર ફારુકીની એક્સ ગર્લફ્રેન્ડ આયેશા ખાને પણ હાજરી આપી હતી. આયશા બ્લેક આઉટફિટમાં સુંદર લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે, પાર્ટીમાં અંકિતા લોખંડે, વિકી જૈન, ઈશા માલવીયા, સમર્થ જુરેલ અને તહેલકા જોવા મળ્યા ન હતા. ચાલો જોઈએ પાર્ટીની કેટલીક તસવીરો.

બિગ બોસ-17ની એક્સ કન્ટેસ્ટન્ટ આયેશા ખાન પાર્ટીમાં પહોંચી હતી

બિગ બોસ-17ના રનર અપ અભિષેક કુમારે એક પાર્ટીનું આયોજન કર્યું હતું

મન્નરા ચોપરા અને અભિષેક કુમાર સાથે જોવા મળ્યા હતા

મુનાવર ફારુકી અને ઓરી સાથે જોવા મળ્યા હતા.

અંકિત ગુપ્તા અને પ્રિયંકા ચહર પણ જોવા મળ્યા હતા

બિગ બોસના સ્પર્ધકો નવીદ સોલે, આયેશા ખાન અને નીલ ભટ્ટ સાથે જોવા મળ્યા હતા.
અભિનેત્રી કરીના કપૂર અને માનુષી છિલ્લર પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

