12 મિનિટ પેહલા
- કૉપી લિંક
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ઘણા સમયથી છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં આ કપલ એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યું હતું. એવામાં હવે અમિતાભ બચ્ચને શો ‘કૌન બનેગા કરોડપતિ 16’ ના સેટ પર લવ મેરેજ વિશે વાત કરી છે.
અમિતાભ બચ્ચને લવ મેરેજ પર કરી વાત આ દિવસોમાં અમિતાભ બચ્ચન તેમનો શો ‘કૌન બનેગા કરોડપતિ સીઝન 16’ હોસ્ટ કરી રહ્યા છે. આ દરમિયાન, એક કન્ટેસ્ટન્ટ સાથે વાત કરતી વખતે તેમણે તેના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા. એપિસોડમાં તેમણે તેમના પરિવારમાં લવ મેરેજ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે કેવી રીતે દેશના ખૂણે ખૂણેથી પુત્રવધૂઓ તેના ઘરે આવી છે.

કન્ટેસ્ટન્ટની વાત સાંભળીને ભાવુક થઈ ગયા અમિતાભ એપિસોડમાં કન્ટેસ્ટન્ટ આશુતોષ સિંહે કહ્યું- મેં પાંચ વર્ષથી મારા માતા-પિતા સાથે વાત કરી નથી, કારણ કે મેં મારા પરિવારની વિરુદ્ધ જઈને લવ મેરેજ કર્યા હતા. મારો પરિવાર દરરોજ KBC જુએ છે, તેથી હું મારો સંદેશ મારા પરિવાર સુધી પહોંચાડવા માંગુ છું. આ સાંભળીને અમિતાભ ભાવુક થઈ ગયા અને કહ્યું કે આશા છે કે આજનો એપિસોડ જોયા પછી તમારા માતા-પિતા ફરીથી તમારી સાથે વાત કરવાનું શરૂ કરશે.

દેશના ખૂણે-ખૂણેથી પુત્રવધૂઓને લાવ્યા છીએ- અમિતાભ અમિતાભે પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું, અમે ઉત્તર પ્રદેશના રહેવાસી છીએ, પરંતુ અમારા પરિવારમાં વિવિધતાના ઘણા ઉદાહરણો છે. મેં બંગાળની યુવતિ સાથે લગ્ન કર્યા, મારા ભાઈએ સિંધી પરિવારની યુવતિ સાથે લગ્ન કર્યા, મારી પુત્રી પંજાબી પરિવારમાં ગઈ અને મારો પુત્ર મેંગલોરની યુવતિને પરણ્યો છે. મારા પિતા હંમેશા કહેતા હતા કે આપણે દેશના ખૂણે-ખૂણેથી પુત્રવધૂઓને લાવ્યા છીએ.

વર્ષ 2024માં સોની ટીવી પર શો ‘કૌન બનેગા કરોડપતિ 16’ ઓગસ્ટમાં શરૂ થયો હતો છે. અમિતાભના આ શોની પહેલી સીઝન વર્ષ 2000માં ઓન એર થઈ હતી.