59 મિનિટ પેહલા
- કૉપી લિંક
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના આજે લગ્ન છે. અનંત અંબાણીના આજે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા Jio વર્લ્ડ સેન્ટરમાં એક ભવ્ય સમારંભમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવાના છે. લગ્નના મહેમાનો માટે ફાઇવસ્ટાર હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. રિલાયન્સના કર્મચારીઓને ગિફ્ટ બોક્સ આપવામાં આંવ્યા છે. રિલાયન્સના કેટલાક કર્મચારીઓએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગ પહેલાં તેમને મળેલાં ગિફ્ટ બોક્સના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા. લાલ ગિફ્ટ બોક્સમાં ગોલ્ડન લેટર્સમાં લખ્યું છે: “અમારા દેવી-દેવતાઓની દૈવી કૃપાથી, અમે અનંત અને રાધિકાનાં લગ્નની ઉજવણી કરીએ છીએ. નીતા અને મુકેશ અંબાણીની શુભેચ્છાઓ સાથે.” તો આ બોક્સમાં શું છે? એ જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.