48 મિનિટ પેહલા
- કૉપી લિંક
બિગ બોસ 17ની સ્પર્ધક સોનિયા બંસલને ગઈકાલે રાત્રે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સોનિયા 21 જુલાઈની રાત્રે એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપવા આવી હતી, ત્યારબાદ તેની તબિયત બગડી હતી. તેણે ગભરાટ અનુભવવાની ફરિયાદ કરી જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
સોનિયાને પેનિક એટેક આવી રહ્યા છે
સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા છેલ્લા ચાર મહિનાથી પેનિક એટેકથી પીડાઈ રહી છે. તેને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. તે પોતાની જાતને પ્રેરિત રાખવા માટે સખત પ્રયાસ કરે છે પરંતુ કેટલીકવાર તેની સ્થિતિ બગડી જાય છે.
કોણ છે સોનિયા બંસલ?
27 વર્ષની સોનિયા આગ્રાની રહેવાસી છે. તે મોટાભાગે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. તેણે ફિલ્મ ‘ગેમ 100 કરોડ કા’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ‘નૉટી ગેંગ’, ‘ડબકી’ ફિલ્મોમાં કામ કર્યું.
સોનિયા ટૂંક સમયમાં વેબ સિરીઝ ‘શૂરવીર’માં જોવા મળશે. આ વર્ષે તે તેલુગુ ફિલ્મ ‘ધીરા’ અને ‘યસ બોસ’માં જોવા મળી છે. ગયા વર્ષે, તે રિયાલિટી શો બિગ બોસ 17 માં જોવા મળી હતી પરંતુ તેમાંથી બહાર થનારી તે પ્રથમ સ્પર્ધક હતી.