5 કલાક પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
ફેન્સ ‘બિગ બોસ 18’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ લોકપ્રિય રિયાલિટી શો 6 ઓક્ટોબરથી ટીવી પર પુનરાગમન કરવા જઈ રહ્યો છે. સલમાન ખાન ફરી એકવાર હોસ્ટ તરીકે જોવા મળશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ વખતે શોમાં કઇ સેલિબ્રિટી સ્પર્ધક તરીકે જોવા મળી શકે છે. ચાલો જાણીએ તે સેલેબ્સ વિશે જે આ વખતે ‘બિગ બોસ’ના ઘરમાં જોવા મળી શકે છે.
અરફીન ખાન અને તેની પત્ની સારા રાઈટર અને લાઈફ કોચ અરફીન ખાન અને તેની પત્ની સારા ‘બિગ બોસ 18’માં જોડાઈ શકે છે. અરફીન અને સારાએ રિતિક રોશન, કરીના કપૂર ખાન અને ટાઇગર શ્રોફ જેવા કલાકારો સાથે કામ કર્યું છે. અરફીન એક TED સ્પીકર, લાઇફ કોચ અને લેખક છે, જ્યારે સારા અભિનેત્રી અને બિઝનેસવુમન છે. મહત્ત્વનું છે કે, દુબઈમાં રહેતા અરફીન અને સારા 2જી ઓક્ટોબરે મુંબઈ આવી ગયા છે જેથી તેઓ ‘બિગ બોસ 18’માં ભાગ લઈ શકે.
ગુરુચરણ સિંહ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ગુરુચરણ સિંહ પણ આ વખતે ‘બિગ બોસ 18’નો ભાગ બની શકે છે. ગુરુચરણે પોતાના પાત્ર રોશન સિંહથી દર્શકોનું દિલ જીતી લીધું છે. ગુરુચરણ હાલમાં આર્થિક મુશ્કેલીમાં છે અને તેના પર ઘણું દેવું છે. માનવામાં આવે છે કે આ જ કારણ છે કે તેણે આ શોમાં ભાગ લેવા માટે હા પાડી છે.
શિલ્પા શિરોડકર આ વખતે શોના સંભવિત સ્પર્ધકોમાં 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શિરોડકરનું નામ પણ જોવા મળી રહ્યું છે. તેણે ‘હમ’ અને ‘ખુદા ગવાહ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોમાં સફળતા બાદ શિલ્પા ટીવી તરફ વળી અને શો ‘એક મુઠ્ઠી આસમાન’માં જોવા મળી. હવે એવી ચર્ચા છે કે તે ‘બિગ બોસ’માં એન્ટ્રી કરી શકે છે.
અવિનાશ મિશ્રા અવિનાશ મિશ્રા નાના પડદાનો જાણીતો ચહેરો છે. ‘યે તેરી ગલિયાં’ અને ‘ઇશ્કબાઝ’ જેવા શોમાં તેના મજબૂત પાત્રોએ દર્શકોના દિલ જીતી લીધા છે. હવે અવિનાશનું નામ ‘બિગ બોસ 18’માં પણ સામેલ થઈ રહ્યું છે. તે બિગબોસ હાઉસમાં કેવી રીતે રહે છે તે જોવું રસપ્રદ રહેશે.
નાયરા બેનર્જી અભિનેત્રી નાયરા બેનર્જી મોટાભાગે તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કરે છે. તે હિન્દી ટીવી પર પણ સક્રિય છે. તે સ્ટાર પ્લસના શો ‘દિવ્યા દૃષ્ટિ’માં લીડ રોલ માટે જાણીતી છે. આ સિવાય તેણે રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 13’માં પણ ભાગ લીધો હતો. એવું માનવામાં આવે છે કે નાયરા ‘બિગ બોસ 18’માં સામેલ થઈ શકે છે.
ચુમ દરંગ ચુમ દરંગે ફિલ્મ ‘બધાઈ દો’માં કામ કર્યું છે. આ ફિલ્મમાં અભિનેત્રીએ ભૂમિ પેડનેકરની પાર્ટનરની ભૂમિકા ભજવી છે. તે ઉત્તર પૂર્વની અભિનેત્રી છે અને સામાજિક કાર્યકર્તા પણ છે. ચુમ ઉત્તર પૂર્વના મુદ્દાઓ પર ખૂલીને બોલે છે. હવે એવી ચર્ચા છે કે તે ‘બિગ બોસ’માં પણ ભાગ લઈ શકે છે.
શાહજાદા ધામી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘છોટી સરદારની’ જેવા શોમાં જોવા મળી ચૂકેલા શહજાદા ધામીનું નામ ‘બિગ બોસ 18’ માટે આવી રહ્યું છે. નોંધનીય છે કે, શહેજાદા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના સેટ પર અનપ્રોફેશનલ બિહેવિયરને કારણે ચર્ચામાં હતો. નિર્માતા રાજન શાહીએ તેને રાતોરાત શોમાંથી કાઢી મૂક્યો હતો.
મુસ્કાન બામને શો ‘અનુપમા’માં પાખીની ભૂમિકા ભજવનાર મુસ્કાન બામનેનું નામ પણ આ વખતે ‘બિગ બોસ’ના સંભવિત સ્પર્ધકોમાં સામેલ છે. મુસ્કાને તેના અભિનયથી નાના પડદા પર સારી પ્રસિદ્ધી મેળવી છે. જો તે શોમાં આવશે તો તેની જર્ની જોવા જેવી હશે.
કરણવીર મેહરા હાલમાં જ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 14’નું ટાઈટલ જીતનાર કરણવીર મેહરાનું નામ ‘બિગ બોસ’ માટે પણ ચર્ચાઈ રહ્યું છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે આ શો માટે તેને ઘણી ઑફર્સ મળી છે. કરણવીરે ટીવી શો અને રિયાલિટી શો બંનેમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
ચાહત પાંડે ચાહત પાંડે એક ટીવી અભિનેત્રી છે. ગયા વર્ષે, તેણીએ ‘આમ આદમી પાર્ટી’ની ટિકિટ પર મધ્ય પ્રદેશની દમોહ બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી, જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ચાહત હાલમાં દંગલ ટીવીના શો ‘નાથ કૃષ્ણ ઔર ગૌરી કી કહાની’માં જોવા મળે છે. હવે ચર્ચા છે કે ચાહત પાંડે પણ ‘બિગ બોસ 18’માં જોડાશે.
નિયા શર્મા નિયા શર્માનું નામ આ દિવસોમાં સૌથી વધુ ચર્ચામાં છે. તાજેતરમાં, ‘ખતરો કે ખિલાડી 14’ ની ફિનાલે પ્રસારિત કરવામાં આવી હતી, જેમાં શોના હોસ્ટ રોહિત શેટ્ટીએ નિયાને ‘બિગ બોસ 18’ ની પ્રથમ કન્ફર્મ કન્ટેસ્ટેન્ટ તરીકે જાહેર કરી હતી. નિયા આ પહેલા બે વખત ‘બિગ બોસ’નો ભાગ રહી ચૂકી છે, પરંતુ માત્ર ગેસ્ટ તરીકે. આ વખતે પણ શક્ય છે કે નિયા આખા શોનો ભાગ ન બને.
એલિસ કૌશિક એલિસ કૌશિકે ટીવી શો ‘પંડ્યા સ્ટોર’માં રવિની ભૂમિકા ભજવીને પોતાની અલગ ઓળખ બનાવી છે. આ વખતે તે ‘બિગ બોસ’માં પણ પોતાનું સ્થાન બનાવી શકે છે.