19 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘બિગ બોસ ઓટીટી 3’ માં જોવા મળેલી એક્ટ્રેસ પૌલોમી દાસે તાજેતરમાં જ પોતાના પર્સનલ જીવન સાથે જોડાયેલો કેટલાક મોટો ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે જણાવ્યું કે- જ્યારે તે નાની હતી, ત્યારે તેણે એક છોકરીને કિસ કરી હતી જેથી તે સમજી શકે કે તે લેસ્બિયન છે કે નહીં.
એક્ટ્રેસ પૌલોમી દાસ
ફિલ્મીબીટ સાથે વાત કરતાં પૌલોમી દાસે કહ્યું, મેં એક છોકરીને કિસ કરી. ફક્ત એ જાણવા માટે કે હું લેસ્બિયન છું કે નહીં. તમારે તમારી જાતને જાણવી જોઈએ. ત્યારે જ તમને ખ્યાલ આવશે કે તમે કોણ છો. તેણે એમ પણ કહ્યું કે- તે છોકરી પણ લેસ્બિયન નહોતી. તે સમયે બંને પોતાની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે તેણે તે છોકરીનું નામ જાહેર કર્યું ન હતું. એક્ટ્રેસ માને છે કે- આવી બાબતો વ્યક્તિના સેલ્ફ એક્સપ્લોરેશનનો એક ભાગ છે.
વેબ શોમાં પણ કરી ચૂકી છે બાયસેક્સ્યુઅલ રોલ પૌલોમી દાસે વેબ શો ‘હયે તૌબા 3’ માં બાયસેક્સ્યુઅલ છોકરીની ભૂમિકા ભજવી હતી. શોમાં તેનું પાત્ર એક છોકરા સાથે રિલેશનશિપમાં હોય છે, પણ તે એક છોકરીના પ્રેમમાં પડે છે. આ અંગે એક્ટ્રેસે કહ્યું- આ પાત્ર એક છોકરીના પ્રેમમાં પડે છે સાથે તે એક છોકરા સાથે રિલેશનશિપમાં પણ હોય છે. આ એક એવી સફર છે જ્યાં તે પોતાને સમજવાનો પ્રયાસ કરી રહી છે. અને તેના માટે વસ્તુઓ ખૂબ જ કોમ્પ્લિકેટેડ બની જાય છે.

પૌલોમી દાસે વેબ શો ‘હયે તૌબા 3’ માં બાયસેક્સ્યુઅલ છોકરીની ભૂમિકા ભજવી હતી
ટીવી શોમાં પણ એક્ટ્રેસે કામ કર્યું છે પૌલોમીએ ‘સુહાની સી એક લડકી’, ‘કાર્તિક પૂર્ણિમા’ અને ‘નાગિન 6’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. તેણે ‘બિગ બોસ ઓટીટી 3’ માં ભાગ લીધો હતો.