33 મિનિટ પેહલા
- કૉપી લિંક
બિપાશા બાસુએ 2001માં આવેલી ફિલ્મ ‘અજનબી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં, બિપાશાના વાસ્તવિક અવાજનો ફિલ્મોમાં ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ડબિંગ આર્ટિસ્ટ મોના ઘોષે ‘રાઝ’, ‘ગુનાહ’, ‘જિસ્મ’ જેવી ફિલ્મોમાં તેનું ડબિંગ કર્યું હતું. તેના અવાજમાં આવેલા બદલાવથી નારાજ બિપાશા બાસુએ એકવાર મોના ઘોષને ધમકી આપી હતી.
તાજેતરમાં, ધ મોટર માઉથના પોડકાસ્ટમાં, ડબિંગ આર્ટિસ્ટ મોના ઘોષે જણાવ્યું હતું કે, બિપાશા બાસુ એ જાણીને ખુશ નહોતી કે મે તેના માટે અવાજ ડબ કર્યો છે. વાતચીતમાં, તેને પૂછવામાં આવ્યું કે તેણે જે અભિનેત્રીઓ માટે અવાજ આપ્યો હતો તેમના તરફથી તેને કેવું રિએક્શન મળ્યું. આના પર મોનાએ કહ્યું, કેટલાક કહેતા હતા કે, અમને સમજાતું નથી, તમે આ કેવી રીતે કરો છો, કેટલાક કહેતા હતા કે જો તમે મારા માટે ફરીથી અવાજ ડબ કરશો તો હું તમને મારી નાખીશ. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે અભિનેત્રી કોણ છે. તો જવાબ હતો- ‘બિપાશા બાસુ’
મોનાએ ફિલ્મ રાઝ, જિસ્મમાં બિપાશા બાસુ માટે પોતાનો અવાજ આપ્યો છે
મોના ઘોષે વધુમાં કહ્યું કે, કદાચ તેને ખ્યાલ ન હતો કે કોના માટે અવાજ ડબ કરવો તે મારો નિર્ણય નથી. ‘હું લોકો પાસે જઈને નથી કહેતી કે હું બિપાશા માટે ડબ કરવા માગું છું. જો કોઈ મારી પાસે આવે અને વિનંતી કરે, તો આ મારો વ્યવસાય છે. હું શા માટે ના પાડીશ?’
વાતચીતમાં મોનાએ એ પણ જણાવ્યું કે, તેણે ફિલ્મ ‘ગુલામ’માં રાની મુખર્જીના પાત્રને અવાજ આપ્યો હતો, જોકે તેને તે બિલકુલ પસંદ નહોતું. તેણે કહ્યું છે કે, ‘રાની મુખર્જી હજુ પણ દરેક ઈન્ટરવ્યૂમાં કહે છે કે તે આ અવાજને નફરત કરે છે. પરંતુ આ તેમની ભૂલ નથી. આપણને આપણા પોતાના અવાજની આદત પડી જાય છે, આવી સ્થિતિમાં આપણે આપણા ચહેરા પર બીજો કોઈ અવાજ અપનાવી શકતા નથી. જો આપણા ચહેરા પર અન્ય કોઈ અવાજ લાદવામાં આવે તો આપણને વિચિત્ર લાગશે.’
નોંધનીય છે કે, મોના ઘોષે ઘણી અભિનેત્રીઓને અવાજ આપ્યો છે. તે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં દીપિકા પાદુકોણ, ‘કહો ના પ્યાર હૈ’માં અમીષા અને ‘રાજનીતિ’માં કેટરિના કૈફનો અવાજ બની છે.