અમુક પળો પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર સંજય દત્તની ફેન ફોલોઈંગ અદભુત છે. તેના ચાહકો તેને માત્ર ફિલ્મોમાં જ જોવાનું પસંદ નથી કરતા, તેઓ તેની અંગત જિંદગી જાણવા માટે પણ ઉત્સુક છે. આ જ કારણ છે કે જ્યારે પણ સંજય દત્ત અથવા તેની પત્ની માન્યતા દત્ત સોશિયલ મીડિયા પર કોઈ ફોટો પોસ્ટ કરે છે, ત્યારે તે ફોટો કે વીડિયોને ઘણી લાઈક્સ મળે છે. થોડા સમય પહેલા સંજય દત્તનો પરિવાર જોવા મળ્યો હતો, જેમાં માન્યતા તેના બાળકો સાથે એક સ્થળે જોવા મળી હતી. આ વીડિયોમાં જ્યારે સંજય દત્તની દીકરી ઈકરા કેમેરા તરફ નજર કરે છે ત્યારે લોકોને તેની દાદી નરગિસ દત્ત યાદ આવી જાય છે.
સંજયની પુત્રી ઇકરા દત્ત બિલકુલ નરગીસ જેવી છે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. વીડિયો જોયા બાદ લોકોને સંજય દત્તની દીકરી ઇકરાની સુંદરતાનો વિશ્વાસ થઇ ગયો હતો. લોકો કહેતા હતા કે ઇકરા બિલકુલ તેમની દાદી એટલે કે નરગીસ જેવી હતી. થ્રોબેક વીડિયોમાં ઇકરા તેના ભાઈ અને માતા સાથે જોવા મળે છે. ઝીલ જેવી વાદળી આંખો અને ખુલ્લા વાળથી ખરેખર અંદાજ લગાવી શકાય છે કે ઇકરા તેની દાદી નરગીસની કોપી છે. ઇકરાના ફીચર્સ બિલકુલ તેની દાદી જેવા છે.
નોંધનીય છે કે, સંજય દત્ત અને માન્યતાને જોડિયા બાળકો છે, પુત્ર શહરાન અને પુત્રી ઇકરા, આ ઉપરાંત તેને તેની પ્રથમ પત્ની રિચા શર્માથી એક પુત્રી છે, જેનું નામ ત્રિશાલા છે. ત્રિશાલા તેના દાદા-દાદી સાથે અમેરિકામાં રહે છે. રિચાનું 1996માં બ્રેઈન ટ્યુમરને કારણે અવસાન થયું હતું ત્યારબાદ ત્રિશાલાનો ઉછેર તેના દાદા-દાદીએ કર્યો.