22 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફિલ્મ ‘આઝાદ’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ પહેલા 16 જાન્યુઆરીએ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમન્ના ભાટિયા, સોનાલી બેન્દ્રે અને મૌની રોય સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.
અજય દેવગનના ભત્રીજા અમન દેવગન અને રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ ફિલ્મ ‘આઝાદ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મને અભિષેક કપૂરે ડિરેક્ટ કરી છે અને રોની સ્ક્રુવાલાએ પ્રોડ્યુસ કરી છે.
અમન દેવગન અને રાશા થડાનીએ ફિલ્મ ‘આઝાદ’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે.
અજય દેવગન પણ ‘આઝાદ’ ફિલ્મનો એક ભાગ છે. તે તેના ભત્રીજા અમન દેવગન સાથે સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો.
રવિના ટંડન તેના પુત્રનો હાથ પકડીને જોવા મળી હતી
‘આઝાદ’ફિલ્મનું નિર્દેશન અભિષેક કપૂરે કર્યું છે અને પ્રોડ્યુસ રોની સ્ક્રુવાલાએ કર્યું છે
‘આઝાદ’ની સ્ક્રીનિંગમાં તમન્ના ભાટિયા પણ જોવા મળી હતી. તેણે ટી-શર્ટ પહેર્યું હતું જેના પર ‘ઓઈ અમ્મા’ લખેલું હતું.
મૌની રોય પણ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. મૌની બ્લેક ડ્રેસમાં સુંદર લાગી રહી હતી.
સોનાલી બેન્દ્રે તેના પતિ ગોલ્ડી બહલ અને પુત્ર રણવીર બહલ સાથે પહોંચી હતી.