8 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે ક્રિસમસના અવસર પર બોલિવૂડના કપલ્સે તેમની પ્રથમ ક્રિસમસની ઉજવણી કરી હતી. કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢાએ નાતાલની ઉજવણી કરી, તેમના ચાહકોને શુભેચ્છા પાઠવી અને સોશિયલ મીડિયા પર તહેવારની ઝલક પણ બતાવી.
કિયારા-સિદ્ધાર્થનું ક્રિસમસ સેલિબ્રેશન
કિયારા અને સિદ્ધાર્થ આ વર્ષે 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ જેસલમેરની હોટેલ સૂર્યગઢમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં સાત ફેરા લીધા. લગ્ન પછી બન્નેની ફર્સ્ટ ક્રિસમસ છે. કિયારાએ તેના સોશિયલ મીડિયા પર પતિ સિદ્ધાર્થ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટામાં, કિયારા રેડ ડ્રેસમાં રેન્ડીયર હેરબેન્ડ સાથે સિદ્ધાર્થને ગળે લગાવતી જોવા મળી હતી. સિદ્ધાર્થ તેના ગાલ પર કિસ કરતો જોવા મળે છે. કિયારાએ કેપ્શન લખ્યું, મેરી ક્રિસમસ, અને પછી રેડ હાર્ટ ઇમોજી પણ મૂકી.
કિયારા અને સિદ્ધાર્થ આ વર્ષે 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા.
પરિણીતી-રાઘવનું ક્રિસમસ સેલિબ્રેશન
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ આ વર્ષે 24 સપ્ટેમ્બરે લગ્ન કર્યા હતા. બંનેએ ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં લગ્નની વિધિ કરી હતી. હાલમાં કપલ લંડનમાં રજાઓ માણી રહ્યું છે. ક્રિસમસના અવસર પર પરિણીતીએ તેના એક્સ(ટ્વિટર) એકાઉન્ટ પર તેના પતિ સાથેની એક તસવીર શેર કરી છે. ફોટોમાં બંને ક્રિસમસ ટ્રીની સામે એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. પરિણીતીએ કેપ્શન લખ્યું – હું મારા બાકીના જીવન માટે મારા સાંતા પર નિર્ભર છું @raghav_chadha..

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ આ વર્ષે 24 સપ્ટેમ્બરે લગ્ન કર્યા હતા.
બી-ટાઉનના અન્ય સેલેબ્સનું ક્રિસમસ સેલિબ્રેશન
કંગના રનૌતે પણ ક્રિસમસના અવસર પર તસવીરો શેર કરી છે. કંગના એક વીડિયોમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. તેણે પરિવાર સાથેના ફોટા પણ શેર કર્યા હતા. કંગનાએ તેના ભત્રીજા અશ્વત્થામા અને પૃથ્વી રાજ ચંદેલ સાથેની તસવીરો પણ શેર કરી હતી. કંગનાના બીજા વીડિયોમાં પણ તે પરિવાર સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

કંગના તેના પરિવાર સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરતી જોવા મળી હતી.

કંગનાનો ભત્રીજો અશ્વત્થામા અને ભાણિયો પૃથ્વી રાજ ચંદેલ.
વાણી કપૂરે પણ તેના ક્રિસમસ સેલિબ્રેશનની ઝલક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ફોટોમાં તે તેની બિલાડી સાથે જોવા મળી રહી છે, જ્યાં બિલાડી પણ સાંતા કેપ પહેરીને ક્રિસમસ માટે તૈયાર દેખાઈ રહી છે.

વાણી કપૂર તેની બિલાડીને સાન્ટા કેપ પહેરેલી જોવા મળી હતી.
સોહા અલી ખાને પતિ કુણાલ ખેમુ અને પુત્રી ઇનાયા સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના પરિવાર સાથેની તસવીરો શેર કરી છે. બધાને ક્રિસમસની શુભેચ્છા. ફોટોમાં તેનો કૂતરો અને પાછળનું શણગારેલું ક્રિસમસ ટ્રી પણ જોવા મળ્યું હતું.

પતિ કુણાલ અને પુત્રી ઇનાયા સાથે સોહા.