13 કલાક પેહલા
- કૉપી લિંક
આ દિવસોમાં જાસ્મીન ભસીન તેના જીવનના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. થયું છે એવું કે ખરાબ લેન્સ પહેરવાને કારણે, તેની આંખોના કોર્નિયાને નુકસાન થયું છે. અત્યારે આ લખાઇ રહ્યું છે ત્યારે જાસ્મીને પોતાની બંને આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી છે, જે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધીમે ધીમે પાછી આવશે. આ મુશ્કેલ સમયમાં જાસ્મીનના બોયફ્રેન્ડ અલી ગોનીએ તેનો સૌથી વધુ સાથ આપ્યો. તે હંમેશાં જાસ્મિન સાથે હાજર રહેતો અને તેની સંભાળ રાખતો. જાસ્મિને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અલીનો આ સંભાળ અને સમર્થન માટે આભાર માન્યો છે.
જાસ્મીને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે અલી સાથે વિતાવેલી સુંદર પળોને કેદ કરી છે. આ વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે – છેલ્લા કેટલાક દિવસો ઘણા મુશ્કેલ હતા. ખૂબ પીડા અને કંઈ જોઈ ન શકવાને કારણે હું અતિશય લાચારી અનુભવી રહી હતી. આ ખરાબ સમયમાં 24*7 મારી સાથે રહેવા બદલ આભાર અલી. પણ મારી આંખો બનવા માટે. મને હસાવવા માટે જેથી હું મારું દર્દ ભૂલી શકું. મારી સુખાકારી માટે પ્રાર્થના કરવા બદલ તમારો પણ આભાર.
વાંચો સમગ્ર ઘટના વિશે…
‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ સાથે વાત કરતા જાસ્મીને આ ઘટનાની જાણકારી આપી. તેણે કહ્યું- હું 17 જુલાઈના રોજ એક કાર્યક્રમ માટે દિલ્હી ગઈ હતી. મને ખબર ન હતી કે મારા લેન્સમાં શું પ્રોબ્લેમ હતો, પરંતુ તેને આંખમાં લગાવ્યા પછી, મારી આંખોમાં દુખાવો થવા લાગ્યો અને પછી ધીમે ધીમે દુખાવો વધવા માંડ્યો. આ ઘટના પછી તરત જ, હું ડૉક્ટર પાસે જવા માંગતી હતી, પરંતુ આ ઘટનાને કારણે જઈ શકી નહીં. ઇવેન્ટ દરમિયાન મેં ડાર્ક ચશ્મા પહેર્યા હતા. હું કંઈ જોઈ પણ શકતી નહોતી.
જાસ્મીને આગળ કહ્યું- ઈવેન્ટ પૂરી થયા પછી અમે રાત્રે આંખના નિષ્ણાત પાસે ગયા. પરીક્ષણ પછી, તેઓએ મને કહ્યું કે મારા કોર્નિયાને નુકસાન થયું છે અને તેઓએ મારી આંખો પર પટ્ટી બાંધી છે. બીજા દિવસે હું મુંબઈ ગઈ, જ્યાં મેં મારી સારવાર ચાલુ રાખી.
ડૉક્ટરોએ કહ્યું કે હું આગામી ચાર-પાંચ દિવસમાં સાજી થઈ જઈશ, પરંતુ ત્યાં સુધી મારે મારી આંખોની સારી સંભાળ લેવી પડશે. આ સરળ નથી કારણ કે હું જોઈ પણ શકતી નહોતી અને પીડાને કારણે મને ઊંઘવામાં તકલીફ થઈ રહી છે. મને આશા છે કે હું થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જઈશ અને કામ પર પાછી જઈ શકીશ.
જાસ્મીને 2011માં તમિલ ફિલ્મ ‘વાનમ’થી ડેબ્યૂ કર્યું હતું. તે ટીવી શો ‘ટશન-એ-ઈશ્ક’ અને ‘દિલ સે દિલ તક’ માટે પણ જાણીતો છે. તે ‘ખતરોં કે ખિલાડી 9’ અને ‘બિગ બોસ 14 જેવા રિયાલિટી શોનો પણ ભાગ રહી ચૂકી છે.