45 મિનિટ પેહલા
- કૉપી લિંક
જુહી ચાવલાએ ખુલાસો કર્યો હતો કે તેણે બીઆર ચોપરાની મહાભારતમાં દ્રૌપદીની ભૂમિકા માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો. તે પાસ પણ થઇ ગઈ હતી. જોકે, બાદમાં આ રોલ માટે રૂપા ગાંગુલીની પસંદગી કરવામાં આવી હતી.
ફિલ્મ મળ્યા બાદ બીઆર ચોપરાએ ‘મહાભારત’ કરવાની ના પાડી દીધી હતી.
જુહી ચાવલાએ એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો પરિવાર બીઆર ચોપરા સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના માત્ર અમુક જ લોકોને ઓળખે છે. 1986માં તેની પ્રથમ ફિલ્મ ‘સલ્તનત’ની રિલીઝ પહેલા તે બીઆર ચોપરાને મળી હતી .
આ વિશે અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘હું બીઆર ચોપરા સાહેબને મળી હતી. તે ખૂબ જ સંસ્કારી, બુદ્ધિશાળી વ્યક્તિ હતા. તેમણે મહાભારતમાં દ્રૌપદીના રોલ માટે મારો સ્ક્રીન ટેસ્ટ લીધો હતો અને તેના માટે મને ફાઈનલ પણ કરી હતી. પછી જ્યારે મેં ‘કયામત સે કયામત તક’ ફિલ્મ સાઈન કરી ત્યારે તેમણે મને કહ્યું – આ શો ના કર. ફિલ્મો ચાલુ રાખ.
જુહીએ આગળ કહ્યું- હું પણ મૂંઝવણમાં હતી કે શું કરું? તે સમયે મને ખબર ન હતી કે યોગ્ય વિકલ્પ શું છે? આ કારણે તેમણે મને સાચો રસ્તો બતાવ્યો.
મહાભારત 9 કરોડ રૂપિયામાં બની હતી
મહાભારતનું પ્રસારણ 36 વર્ષ પહેલા થયું હતું. તે સમયે તેને બનાવવાનો કુલ ખર્ચ 9 કરોડ રૂપિયા હતો. 80ના દાયકામાં આટલો શાનદાર શો બનાવવો એ મોટી વાત હતી.
આમિર ખાન જુહી ચાવલા સાથે ફિલ્મ ‘કયામત સે કયામત તક’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મ જુહી અને આમિરની કારકિર્દી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.