40 મિનિટ પેહલા
- કૉપી લિંક
કાર્લા સોફિયા ગેસ્કોન ઓસ્કર નોમિનેશન મેળવનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર એક્ટ્રેસ છે. કાર્લા સ્પેનિશ એક્ટ્રેસ છે. ફિલ્મ ‘એમિલિયા પેરેઝ’ માટે તેને બેસ્ટ એક્ટ્રેસની શ્રેણીમાં ઓસ્કર નોમિનેશન મળ્યું છે.
આ ફિલ્મને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે
કાર્લા સોફિયાની ફિલ્મ ‘એમિલિયા પેરેઝ’ની ખૂબ જ ચર્ચા છે. આ ફિલ્મને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. એક્ટ્રેસને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેણે આ જ ફિલ્મ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2024 માટે નોમિનેશન પણ મેળવ્યું હતું.
‘એમિલિયા પેરેઝ’ ફિલ્મ 21 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થઈ હતી.
ફિલ્મમાં ડ્રગ કાર્ટેલ લીડરની ભૂમિકા ભજવી હતી કાર્લા સોફિયા ગેસ્કોને વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મ ‘એમિલિયા પેરેઝ’માં ડ્રગ કાર્ટેલ લીડરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં, તે એક મહિલા તરીકે જીવવામાં મદદ કરવા માટે એક વકીલ રીટાને હાયર કરે છે. આ ફિલ્મમાં સેલેના ગોમેઝ પણ લીડ રોલમાં જોવા મળી હતી.
કાર્લાએ 16 વર્ષની ઉંમરે અભિનય શરૂ કર્યો હતો.
કાર્લા સોફિયા ગેસ્કોન કોણ છે ?
કાર્લાનો જન્મ 31 માર્ચ, 1972ના રોજ અલ્કોબેન્ડાસ, સ્પેનમાં થયો હતો. બાળપણમાં કાર્લા તેના ભાઈ સાથે અભિનય કરતી હતી. માત્ર 16 વર્ષની ઉંમરે તેણે નક્કી કરી લીધું હતું કે તે એક્ટ્રેસ બનવા માગે છે. તેણે મેડ્રિડ ફિલ્મ સ્કૂલ ECAM માંથી અભિનયની ડિગ્રી પ્રાપ્ત કરી, અને લંડનમાં સ્પેનિશ શીખવા માટે BBC સિરીઝમાં અને મિલાનમાં બાળકો માટેના શોમાં કઠપૂતળીઓનો વોઇસ ઓવર આપવાનું કામ કર્યું. કાર્લા સ્પેનિશ ડેઈલી સોપ ઓપેરા અલ સુપરમાં ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે દેખાઈ હતી.
કારકિર્દી માટે મેક્સિકો શિફ્ટ થઈ
આ પછી, કાર્લા મેક્સિકન ફિલ્મ નિર્માતા જુલિયન પાસ્ટરના કહેવાથી 2009 માં મેક્સિકો ગઈ હતી. મેક્સિકોમાં રહેતાં તેમણે અનેક ટેલિનોવેલા (લેટિન અમેરિકામાં ઉત્પાદિત ટેલિવિઝન શોનો એક પ્રકાર)માં કામ કર્યું હતું.
વર્ષ 2018માં જેન્ડર ટ્રાન્ઝિશન કર્યું
વર્ષ 2018 જેન્ડર ટ્રાન્ઝિશન કર્યું હતું કાર્લાએ વર્ષ 2018માં પોતાનું જેન્ડર ટ્રાન્ઝિશન પૂર્ણ કરી લીધું હતું. જેન્ડર ટ્રાન્ઝિશન પછી, કાર્લાએ તેના બર્થ નામ કર્સિયા પર એક પુસ્તક લખ્યું. એક્ટ્રેસે તેની આત્મકથા ‘કર્શિયા – એન એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટોરી’ તેના બર્થ નામ હેઠળ પ્રકાશિત કરી. આ આત્મકથા દ્વારા જ તેણે તેના નવા નામ, કાર્લા સોફિયા ગેસ્કોનની જાહેરાત કરી.
કાર્લાએ મારીસા ગુટેરેઝ સાથે લગ્ન કર્યા.
મેરિસા ગુટેરેઝ સાથે લગ્ન કર્યા
કાર્લાએ મારીસા ગુટેરેઝ સાથે લગ્ન કર્યા. જ્યારે તે 19 વર્ષની હતી ત્યારે તે મારીસાને મળી હતી. બંને એક નાઈટ ક્લબમાં મળ્યા હતા. બંનેને એક પુત્રી પણ છે, જેનો જન્મ વર્ષ 2011માં થયો હતો.
પ્રિયંકા ચોપરા દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મ ‘અનુજા’ને પણ ઓસ્કર નોમિનેશન મળ્યું હતું
પ્રિયંકા ચોપરાની ફિલ્મને પણ નોમિનેશન મળ્યું હતું
97મા એકેડેમી એવોર્ડ માટે નોમિનેશન લિસ્ટ 23 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. આ યાદીમાં પ્રિયંકા ચોપરા દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મ ‘અનુજા’ને પણ ઓસ્કાર નોમિનેશન મળ્યું છે. જોકે, કાર્લાની થ્રિલર ફિલ્મ એમિલિયા પેરેઝને સૌથી વધુ નોમિનેશન મળ્યા છે. એમિલિયા પેરેઝ પહેલાં, કાર્લા છેલ્લે ટીવી શો ‘રેબેલ્ડ’માં જોવા મળી હતી.