22 મિનિટ પેહલા
- કૉપી લિંક
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા બ્રિટિશ-ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરીની ફિલ્મ ‘સંતોષ’ ને ભારતમાં રિલીઝ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ફિલ્મ યુકેથી ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી અને તેને શોર્ટલિસ્ટ પણ કરવામાં આવી હતી. બોર્ડે કહ્યું કે આ ફિલ્મમાં મહિલાઓ સંબંધિત મુદ્દાઓ, ઇસ્લામોફોબિયા અને ભારતીય પોલીસ દળ સામે હિંસા દર્શાવવામાં આવી છે. ‘સંતોષ’ ફિલ્મમાં જાતિ ભેદભાવ અને જાતીય હિંસા જેવા મુદ્દાઓ પણ દર્શાવવામાં આવ્યા છે. બોર્ડે ફિલ્મના ઘણા દૃશ્યોમાં કાપ મૂકવા કહ્યું છે.
શહાના ગોસ્વામીએ કહ્યું, આ ફિલ્મ કદાચ ભારતીય થિયેયર્સમાં રિલીઝ નહી થાય
ફિલ્મની એક્ટ્રેસ શહાના ગોસ્વામીએ ઈન્ડિયન ટુડેને જણાવ્યું હતું કે, ‘સેન્સરે ફિલ્મની રિલીઝ માટે કેટલાક જરૂરી ફેરફારોની યાદી આપી છે.’ પરંતુ અમારી આખી ટીમ તેની સાથે સહમત નથી કારણ કે બોર્ડ ફિલ્મમાં ઘણા ફેરફારો કરવા માંગે છે. તેથી, આ ફિલ્મ કદાચ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય.’

શહાના ગોસ્વામીએ કહ્યું- આ દુઃખદ છે
ફિલ્મની રિલીઝ અટકી જવા અંગે શહાના ગોસ્વામીએ વધુમાં કહ્યું, ‘એ ખૂબ જ દુઃખદ છે કે જે ફિલ્મને સ્ક્રિપ્ટ સ્તરે સેન્સરની મંજૂરી મળી ગઈ છે તેને ભારતમાં રિલીઝ કરવા માટે આટલા બધા કાપ અને ફેરફારોની જરૂર પડે છે.’

આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પ્રીમિયરમાં બતાવવામાં આવી હતી.
આ ફિલ્મનો પ્રથમ પ્રીમિયર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થયો હતો. ત્યાં પણ આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ હતી. એટલું જ નહીં, તેને બાફ્ટામાં બેસ્ટ ડેબ્યુ ફીચર માટે નામાંકિત કરવામાં આવ્યું હતું. શહાના ગોસ્વામીને એશિયન ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો.
સેન્સર બોર્ડના નિર્ણય પર સંધ્યા સૂરીએ પણ વાત કરી
એક્ટ્રેસ ઉપરાંત, ફિલ્મના લેખક અને ડિરેક્ટર સંધ્યા સૂરીએ પણ સેન્સર બોર્ડના નિર્ણય પર વાત કરી છે. તેમણે બોર્ડના નિર્ણયને ખૂબ જ નિરાશાજનક ગણાવ્યો છે. સંધ્યા સૂરીએ કહ્યું, ‘આ અમારા બધા માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું કારણ કે મને નહોતું લાગતું કે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા મુદ્દાઓ ભારતીય સિનેમા માટે નવા છે અથવા અન્ય ફિલ્મોમાં અગાઉ ઉઠાવવામાં આવ્યા નથી.’

‘ફિલ્મમાં એવું કંઈ નથી જેને દૂર કરવાની જરૂર હોય’
તેમણે કહ્યું કે સેન્સર બોર્ડ દ્વારા આપવામાં આવેલી યાદી સ્વીકારવી અશક્ય છે. ‘મારા માટે આ ફિલ્મ ભારતમાં રિલીઝ થાય તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું.’ મને નથી લાગતું કે મારી ફિલ્મમાં એવું કંઈ બતાવવામાં આવ્યું છે જેને દૂર કરવાની જરૂર છે.’

ફિલ્મ ‘સંતોષ’ની વાર્તા
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ એક એવી મહિલાની વાર્તા દર્શાવે છે જેને તેના પતિના મૃત્યુ પછી તેની જગ્યાએ પોલીસમાં નોકરી મળે છે. અને પછી તે મહિલાને દલિત છોકરીની હત્યાનો કેસ સોંપવામાં આવે છે.