31 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિન્દી અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત એક્ટર-કોમેડિયન અતુલ પરચુરેનું 14 ઓક્ટોબરના રોજ કેન્સરને કારણે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. જેમાં મહેશ માંજરેકર, શ્રેયસ તલપડે, નિનાદ કામત અને નેહા પેંડસે સહિત હિન્દી અને મરાઠી ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા.
અતુલ છેલ્લા બે વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા.
ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકર અતુલને વિદાય આપવા આવ્યા હતા.
અભિનેતા શ્રેયસ તલપડે પણ અહીં પહોંચ્યો હતો.
અભિનેત્રી નેહા પેંડસે પણ અંતિમ દર્શન માટે પહોંચી હતી.
અભિનેતા નિનાદ કામત અતુલના પરિવારના સભ્યોને ગળે લગાવે છે
MNS ચીફ રાજ ઠાકરે પણ પોતાના મિત્રને વિદાય આપવા પહોંચ્યા હતા.
રાજ ઠાકરેએ કહ્યું- અમે સ્કૂલમાં તેમના ફેન હતા આ અવસર પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે પણ તેમના નજીકના મિત્રને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેને સોશિયલ મીડિયા પર અતુલ સાથે જોડાયેલી એક પોસ્ટ પણ શેર કરી છે. તેને લખ્યું, અદ્ભુત અભિનેતા અને મારા નજીકના મિત્ર અતુલ આજે નથી રહ્યા. અમે બાલમોહન સ્કૂલમાં સાથે ભણતા હતા.
તે સમયે રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના સુપરસ્ટાર હતા. ઘણા લોકો તેમના પ્રશંસક હતા પરંતુ અમે જેમના ફેન હતા તે અતુલ પરચુરે હતા. અતુલ શાળાના નાટક ‘બજારબટ્ટુ’માં અભિનય કરતા હતા. તેઓ જન્મજાત એક્ટર હતા. તેઓ શાળાના દિવસોથી જ સેલિબ્રિટી હતા.
રાજ ઠાકરેએ અતુલ માટે ઈમોશનલ પોસ્ટ લખી.
અતુલ મરાઠી નાટક માટે રિહર્સલ કરી રહ્યા હતા 57 વર્ષનો અતુલ બે વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. મરાઠી અભિનેતા જયવંત વાડકરે સોમવારે સાંજે તેમના નિધનની માહિતી આપી હતી. આ દિવસોમાં તે મરાઠી નાટક ‘સૂર્યાચી પિલ્લે’નું રિહર્સલ કરી રહ્યા હતા. દરમિયાન તેમની તબિયત લથડી હતી. છ દિવસ પછી તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
‘ધ કપિલ શર્મા શો’ના સેટ પર સની દેઓલ સાથે અતુલ
ઘણી ફિલ્મો ઉપરાંત તેણે ‘કપિલ શર્મા શો’માં પણ કર્યું હતું કામ અતુલ પરચુરે બોલિવૂડમાં ‘ગોલમાલ’, ‘પાર્ટનર’, ‘ક્યોં કી’ અને ‘આવારાપન’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ‘કપિલ શર્માના શો’માં પણ જોવા મળ્યા હતા. આ સિવાય તેને મરાઠી સ્ટેજ પર પોતાના અભિનયથી ધૂમ મચાવી હતી. અતુલે મરાઠી ફિલ્મો અને ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.