11 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગઈ કાલે રાત્રે અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા સ્ટાર્સ હાજરી આપવા પહોંચ્યા હતા. ‘શૈતાન’ આજે એટલે કે 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ અજય દેવગન, આર માધવન અને જ્યોતિકા સહિત અન્ય સ્ટાર્સે પણ હાજરી આપી હતી. અજય દેવગન તેના પુત્ર યુગ સાથે સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. ‘શૈતાન’ના સ્પેશિયલ સ્ક્રીનિંગના ફોટા અને વીડિયો વાઇરલ થયા છે. એક વીડિયોમાં એક્ટ્રેસ ગૌહર ખાન ફોટોગ્રાફર પર ગુસ્સે થતી જોવા મળી રહી છે. તે ફોટોગ્રાફર તેમના વર્તન માટે ઠપકો આપી રહી છે.

ગૌહર રેડ ફ્લેર્ડ ડ્રેસ પહેરીને સ્ક્રીનિંગમાં પહોંચી હતી. તેમણે ખુલ્લા વાળ અને નેકપીસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. જ્યારે ગૌહર કેમેરા માટે પોઝ આપી રહી હતી ત્યારે ફોટોગ્રાફર તેમના લુકને લઈને બૂમો પાડવા લાગ્યા હતા. જે તેમને બિલકુલ પસંદ નહોતું. ફોટોગ્રાફર પર તેમણે કહ્યું- તમારે કેવી રીતે વાત કરવી તે શીખવું જોઈએ.

સાઉથ એક્ટ્રેસ જ્યોતિકા
‘શૈતાન’માં અજય દેવગન સાથે આર માધવન અને જ્યોતિકા લીડ રોલમાં છે. માધવને ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી છે. ફિલ્મની વાર્તા કાળા જાદુ સાથે જોડાયેલી છે. આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહલે કર્યું છે.

ઈમરાન હાશ્મી ‘શોટાઈમ’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો
શોટાઇમ સ્ક્રીનીંગ
ગઈકાલે એટલે કે 7મી માર્ચની રાત્રે ફિલ્મ ‘શો ટાઈમ’ની સ્ક્રીનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ટાર કાસ્ટ ઈમરાન હાશ્મી, રાજીવ ખંડેલવાલ, મહિમા મકવાણા, મૌની રોય, શ્રિયા સરન સહિત ઘણા સેલેબ્સે હાજરી આપી હતી. આ ફિલ્મ આજે એટલે કે 8મી માર્ચે રિલીઝ થઈ છે.

મહિમા મકવાણા સ્ક્રીનિંગમાં પહોંચી

શ્રિયા સરન પણ સફેદ મીડી પહેરેલી જોવા મળી હતી

મુંબઈ એરપોર્ટ પર જોવા મળી આલિયા ભટ્ટ