3 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટર આયુષ શર્મા અને અર્પિતા ખાને ગઈ કાલે એટલે કે 22 ડિસેમ્બરે તેમની પુત્રીનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સલમાન ખાનની ભાણેજ આયત 4 વર્ષની છે. આયતની બર્થડે પાર્ટી સી સાઇડ લૉન્સ, તાજ લેન્ડ એન્ડ, બાંદ્રા, મુંબઈ ખાતે રાખવામાં આવી હતી. આ દરમિયાન બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સ પાર્ટીમાં જોવા મળ્યા હતા. દોહિત્રના જન્મદિવસની પાર્ટીમાં સલમાનના પિતા સલીમ ખાન, માતા સલમા ખાન અને હેલન પણ આવ્યા હતા. તેમના સિવાય બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા અને બાળકો સાથે જોવા મળ્યો હતો. શિલ્પા શેટ્ટી પણ પતિ રાજ કુન્દ્રા અને બંને બાળકો સાથે જોવા મળી હતી.
મામા અરબાઝ ખાને પણ ભાણેજની બર્થડે પાર્ટીમાં સ્વેગ એન્ટ્રી લીધી હતી. 56 વર્ષીય અરબાઝ મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ લગ્ન 24 ડિસેમ્બરે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં થઈ શકે છે. શૂરા બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન અને તેની પુત્રી રાશાની અંગત મેકઅપ આર્ટિસ્ટ છે. તેની આગામી ફિલ્મ ‘પટના શુક્લા’ના સેટ પર અરબાઝ સાથે મુલાકાત થઈ હતી. બંને એકબીજા માટે ખૂબ જ ગંભીર છે અને હવે જલ્દી લગ્ન કરવા માગે છે.
ચાલો જોઈએ પાર્ટીમાં કોણ-કોણ સેલેબ્સ પહોંચ્યાં હતાં
શિલ્પા શેટ્ટી પ્રાઇમ વીડિયોની સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળશે
અભિનેત્રી સની લિયોની પણ તેની પુત્રી અને પુત્રો સાથે જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી
સલમાન ખાનના પિતા સલીમ ખાને પણ હાજરી આપી હતી
પત્ની અર્પિતા સાથે અભિનેતા આયુષ શર્મા
હેલન પણ આયત સાથે જોવા મળી હતી
ભારતી સિંહ પણ જન્મદિવસ પર તેના પુત્ર સાથે પહોંચી હતી
સલમાન ખાનની માતા સલમા ખાને પણ જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી
રિતેશ દેશમુખ તેની પત્ની અને બાળકો સાથે જન્મદિવસની પાર્ટીમાં સામેલ થયો હતો.
કાજલ અગ્રવાલ પતિ ગૌતમ કિચલુ અને પુત્ર સાથે જોવા મળી હતી
અરબાઝ ખાન 24 ડિસેમ્બરે શુરા ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.
આયુષ શર્મા છેલ્લે ફિલ્મ ‘ફાઈનલ’માં જોવા મળ્યો હતો.
લોકપ્રિય સોશિયલ મીડિયાઈન ફ્લુએન્સર ઓરી પણ પાર્ટીમાં જોવા મળ્યો હતો