57 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગઈકાલે એટલે કે બુધવારે રાત્રે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. રિતેશ દેશમુખ અને જેનેલિયા પણ સ્ક્રિનિંગનો ભાગ બન્યા હતા. આ ઇવેન્ટમાં કપલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યું હતું. હાલમાં પરિણીત કપલ જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ પણ સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ જેકી ભગનાની માટે પણ ખાસ છે. કારણ કે તે પણ આ ફિલ્મના નિર્માતાઓમાં સામેલ છે.
ફિલ્મની સ્ક્રીનિંગમાં શિલ્પા શેટ્ટી, સિદ્ધાર્થ આનંદ અને વિશાલ મિશ્રા પણ હાજર રહ્યા હતા. આ ફિલ્મ હિન્દી, તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થઈ છે. અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, અલાયા એફ અને માનુષી છિલ્લર પણ તેમાં જોવા મળશે.
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની