28 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેન્દ્ર સરકારે ગુરુવારે અશ્લીલ કન્ટેન્ટનું પ્રસારણ કરતા 18 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે 19 વેબસાઈટ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ પણ બ્લોક કરવામાં આવ્યા છે. આ એપ્સ, ઓટીટી પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મનોરંજનના નામે અશ્લીલ અને વાંધાજનક વીડિયો રજૂ કરતા હતા. અગાઉ, આ OTT એપ્સને ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી, તેમ છતાં તેમના કન્ટેન્ટમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયની 12 માર્ચે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે આજે આ એપ્સની યાદી જાહેર કરવામાં આવી છે.
શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો?
સરકારના મતે તેમના કન્ટેન્ટમાં અશ્લીલતા હતી. ઘણી જગ્યાએ મહિલાઓને અપમાનજનક રીતે બતાવવામાં આવી હતી. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધો ઉપરાંત પારિવારિક સંબંધોને પણ ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
1 કરોડથી વધુ ડાઉનલોડ, 32 લાખથી વધુ ફોલોઅર્સ
સરકારે કહ્યું કે 18 OTT એપ્સમાંથી એક એપને 1 કરોડથી વધુ ડાઉનલોડ્સ મળ્યા છે. જોકે તેનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. ગૂગલ પ્લે સ્ટોર પર બે અન્ય એપને 50 લાખથી વધુ ડાઉનલોડ્સ મળ્યા છે. આ ઉપરાંત, આ OTT પ્લેટફોર્મ્સે તેમની વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ પર પ્રેક્ષકોને આકર્ષવા માટે સોશિયલ મીડિયાનો પણ વ્યાપકપણે ઉપયોગ કર્યો હતો. આ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કુલ 32 લાખથી વધુ યુઝર્સ છે.
પહેલા પ્રતિબંધિત OTT પ્લેટફોર્મની યાદી જુઓ
અનેક ફરિયાદો મળ્યા બાદ કાર્યવાહી
અગાઉ, મંત્રાલયે કહ્યું હતું કે તેમને OTT પ્લેટફોર્મ પર બતાવવામાં આવી રહેલા કન્ટેન્ટને લઈને ઘણી ફરિયાદો મળી છે. આ અંગે ફરિયાદ કરનારાઓમાં ઘણા સાંસદો/ધારાસભ્યો, બૌદ્ધિકો અને સામાજિક કાર્યકરોનો સમાવેશ થાય છે. આ ફરિયાદોને ધ્યાનમાં લીધા પછી, OTT પ્લેટફોર્મના કન્ટેન્ પર નજર રાખવા માટે આ વર્ષે એક નવો નિયમ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 લાવવામાં આવ્યો હતો. સૂચના અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કાયદાની કલમ 67, 67A અને 67Bમાં એવી જોગવાઈ છે કે સરકાર વાંધાજનક કન્ટેન્ટ પર પ્રતિબંધ લગાવી શકે છે.
એપના અશ્લીલ કન્ટેન્ટનો સોશિયલ મીડિયા પર પ્રચાર કરવામાં આવે છે
એપ પર બતાવવામાં આવેલી સિરીઝના કેટલાક દ્રશ્યો અને વાર્તાઓનો વીડિયો બનાવવામાં આવે છે અને તેનો પ્રોમો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે. એપ ડાઉનલોડ કરવાની લિંક વિડિયો સાથે જ રહે છે. આવી એપ્સ પર આવતા મોટાભાગના યુઝર્સ સોશિયલ મીડિયા દ્વારા આવે છે.
હવે મોનિટરિંગના નિયમો શું છે?
સરકાર મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ નિયમો, 2021 દ્વારા OTT પ્લેટફોર્મના કન્ટેન્ટ પર નજર રાખે છે. તેના નિયમો અનુસાર, OTT પ્લેટફોર્મ્સે પોતે વર્ગીકરણ, વય રેટિંગ અને તેમના કન્ટેન્ટના સ્વ-નિયમનનું પાલન કરવું પડશે. જો આમ ન થાય તો આ કાયદાની કલમ 67, 67A અને 67B હેઠળ સરકાર વાંધાજનક કન્ટેન્ટ રજૂ કરવામાં આવતા તેને બ્લોક કરી શકે છે.
IB મંત્રાલયનો સંપૂર્ણ આદેશ જુઓ