55 મિનિટ પેહલા
- કૉપી લિંક
જ્યારથી ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેની કોરિયોગ્રાફર અને ડાન્સર પત્ની ધનશ્રી વર્માથી અલગ થયો છે, ત્યારથી સોશિયલ મીડિયા પર તેનું નામ આરજે મહવશ સાથે જોડવામાં આવી રહ્યું છે. આરજે મહવશ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. અવારનવાર તે પોતાની રહસ્યમય પોસ્ટના કારણે ચર્ચામાં આવે છે. ફરી એકવાર તેની એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે. જેમાં તેણે લખ્યું છે કે જીવનમાં તમારે એવા લોકોથી દૂર રહેવું જોઈએ જે પોતે જ તમારાથી દૂર થવા લાગે છે.
આરજે મહવશે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તેણે લખ્યું છે કે- મને કોઈએ જીવન વિશે સલાહ આપવાનું કહ્યું છે. જોકે, મને જીવન વિશે બહુ ખબર નથી. પણ હા, તમે આ સલાહ તમારા સંબંધીઓ, ફેક મિત્રો, ક્રશ વગેરે પર અજમાવી શકો છો. જે લોકો તમારા માટે સમય નથી કાઢતા તેમના માટે સમય કાઢવાનું બંધ કરો.

આરજે મહવશે કરેલી પોસ્ટ
રાજે મહવશે પોતાનો મુદ્દો વધુ સ્પષ્ટ રીતે સમજાવ્યો અને લખ્યું- જો કોઈ તમારો ફોન નથી ઉપાડતું, તો વારંવાર મેસેજ ન કરો કે તેણે ફોન કેમ ઉપાડ્યો નહીં. જો તે સમયસર જવાબ ન આપે, તો ફરીથી તેના ઇનબોક્સમાં જવાનો કોઈ અર્થ નથી. જ્યારે તમારે તેની સૌથી વધુ જરૂર હતી અને તે વ્યસ્ત કહી તમને ટાળે છે, તો સમજો સમય આવી ગયો છે કે તમે પણ તેના માટે વ્યસ્ત થઈ જઓ. જે લોકો ઇમોશનલ રીતે તમારા માટે ઉપલબ્ધ નથી તેના પર જીવન ન બગાડો.

જીવનમાં તમારે એવા લોકોથી દૂર રહેવું જોઈએ જે પોતે જ તમારાથી દૂર થવા લાગે છે- આરજે મહવશ
આરજે મહવશ અને યુઝવેન્દ્ર ચહલની વધતી જતી નિકટતા આરજે મહવશે તેના નવા સંબંધ અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. તેણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટપણે કહ્યું છે કે તે હાલમાં સિંગલ છે, પરંતુ આ હોવા છતાં, તે ઘણીવાર યુઝવેન્દ્ર ચહલ સાથે અથવા તેની આસપાસ જોવા મળે છે.

આરજે મહવશે આ ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કર્યો છે.
તાજેતરમાં બંને ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ જોવા દુબઈ ગયા હતા તમને જણાવી દઈએ કે આરજે મહવશ અને યુઝવેન્દ્ર ચહલના ડેટિંગની અફવાઓ પહેલીવાર ડિસેમ્બર 2024માં ચર્ચામાં આવી હતી. તે સમયે આરજે મહવશે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેના મિત્રો સાથે ક્રિસમસની ઉજવણી કરતી જોવા મળી હતી.
બાદમાં યુઝવેન્દ્ર ચહલ એક મિસ્ટ્રી ગર્લ સાથે પણ જોવા મળ્યો, જેના વિશે લોકોનો દાવો હતો કે તે બીજું કોઈ નહીં પણ આરજે મહવશ હતી. તાજેતરમાં, બંને ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ જોવા માટે દુબઈના સ્ટેડિયમમાં સાથે પહોંચ્યા હતા. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.