2 કલાક પેહલા
- કૉપી લિંક
અન્નુ કપૂરે તાજેતરમાં જ ફિલ્મ ‘ચક દે! ઇન્ડિયા’ વિશે વાત કરી. તેમણે કહ્યું કે વાસ્તવમાં આ ફિલ્મ હિંદુ કોચ પર આધારિત છે. પરંતુ નિર્માતાઓએ જાણીજોઈને મુસ્લિમોને સારુ લગાડવા માટે આ પાત્રનું નામ કબીર ખાન રાખ્યું છે.
ANI સાથે વાત કરતા અન્નુ કપૂરે કહ્યું, ‘એક ફિલ્મ ‘ચક દે! ઇન્ડિયા’ આવી હતી, જેમાં કોચની વાર્તા બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન કોચ બન્યો હતો અને તેનું નામ કબીર ખાન હતું. પરંતુ વાસ્તવમાં, આ ફિલ્મની વાર્તા એક હિન્દુ કોચ પર આધારિત હતી, જેનું નામ મીર રંજન નેગી છે. ફિલ્મ નિર્માતાએ જાણી જોઈને આ પાત્ર બદલ્યું છે.
અન્નુ કપૂરે વધુમાં કહ્યું કે, ‘ભારતમાં હંમેશા મુસ્લિમના પાત્રને સારું દેખાડવાનો અને પંડિત (હિંદુ પુજારી)ની મજાક ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પછી, ગંગા-જમુની તહઝીબ (હિન્દુ-મુસ્લિમ એકતા) ના વિચારોની ફરી વાત કરવામાં આવે છે.
‘ચક દે! ઇન્ડિયા’ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન શિમિત અમીને કર્યું હતું. આ ફિલ્મમાં, શાહરુખ ખાન કબીર ખાનની ભૂમિકામાં જોવા મળ્યો હતો, જે ભૂતપૂર્વ ભારતીય પુરુષ હોકી ખેલાડી છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય વિદ્યા માલવડે, શિલ્પા શુક્લા, સાગરિકા ઘાટગે અને ચિત્રાશી રાવત જેવા ઘણા કલાકારો જોવા મળ્યા હતા.
આ ફિલ્મોમાં અન્નુ કપૂર જોવા મળ્યો છે અન્નુ કપૂરે ‘મંડી’, ‘કંધાર’, ‘ઉત્સવ’, ‘ચમેલી કી શાદી’, ‘મિસ્ટર ઈન્ડિયા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.