4 મિનિટ પેહલા
- કૉપી લિંક
બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેના સિંગર ક્રિસ માર્ટિને કહ્યું છે કે તેમનું બેન્ડ તેમનું 12મું સ્ટુડિયો આલબમ બહાર પાડ્યા પછી નિવૃત્ત થશે. ક્રિસે ઝેન લોવને આપેલા ઈન્ટરવ્યૂમાં તેનું કારણ પણ સમજાવ્યું છે.
તેણે કહ્યું કે, અમે બેન્ડ તરીકે માત્ર 12 આલબમ જ રિલીઝ કરીશું. આમ કરવા પાછળનો અમારો હેતુ ચાહકોને શ્રેષ્ઠ ગુણવત્તા આપવાનો છે. અમે અમારાં ગીતોને સુધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અન્ય કલાકારો પાસેથી પ્રેરણા લઈને આ નિર્ણય લીધો છે કારણ કે, હેરી પોટરની માત્ર સાત સિઝન હતી.
ક્રિસે કહ્યું કે ‘આલબમમાં બેન્ડ તરીકે કામ કરવું સારું છે પણ ખૂબ મુશ્કેલ પણ છે. અમે ઈચ્છીએ છીએ કે બેન્ડ સાથે જોડાયેલા લોકો પોતાના માટે પણ સમય કાઢે’. ક્રિસના જણાવ્યા મુજબ, 12મું આલબમ કોલ્ડપ્લે બેન્ડ તરીકે તેનું છેલ્લું હશે, પરંતુ તે તેના બેન્ડ સાથી જોની બકલેન્ડ, ગાય બેરીમેન અને વિલ ચેમ્પિયન સાથે અન્ય પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું ચાલુ રાખશે.
10મું આલબમ 4 ઓક્ટોબરે રિલીઝ થશે કોલ્ડપ્લેનું 10મું આલબમ ‘મૂન મ્યુઝિક’ 4 ઓક્ટોબર, 2024ના રોજ રિલીઝ થશે. આ દિવસોમાં કોલ્ડપ્લે બેન્ડ ભારતમાં જાન્યુઆરી 2025માં યોજાનાર તેમના કોન્સર્ટને લઈને ચર્ચામાં છે. 2016માં મુંબઈમાં યોજાયેલા ગોલ્ડન સિટીઝન ફેસ્ટિવલમાં કોલ્ડપ્લે પરફોર્મ કર્યું હતું. 80 હજાર લોકો આ શોનો હિસ્સો બન્યા હતા, જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ હતા. હવે 9 વર્ષ પછી બેન્ડ ફરી ભારતમાં આવી રહ્યું છે. કોલ્ડ પ્લેનાં ગીતો ‘હાયમ્ન ફોર ધ વીકેન્ડ’, ‘યેલો’, ‘ફિક્સ યૂ’ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે.
લંડનમાં શરૂઆત કરી, 7 ગ્રેમી એવોર્ડ જીત્યા કોલ્ડપ્લે બેન્ડની શરૂઆત વર્ષ 1997માં લંડનમાં થઈ હતી. ક્રિસ માર્ટિન, જોની બકલેન્ડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયન અને ફિલ હાર્વે આ બેન્ડના સભ્યો છે. કોલ્ડપ્લેને 39 નોમિનેશનમાં 7 વખત ગ્રેમી એવોર્ડ મળ્યો છે.