- Gujarati News
- Sports
- Cricket
- Cricketer Manish Pandey And South Actress Ashrita Shetty Divorce News; Deleted Pictures On Instagram; Yuzvendra Chahal And Dhanashree Separation News
19 મિનિટ પેહલા
- કૉપી લિંક
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના ડિવોર્સના ઘણા રિપોર્ટ્સ આવી રહ્યા છે. મોહમ્મદ શમીના છૂટાછેડા થયા, પછી શિખર ધવન પણ તેની પત્નીથી અલગ થઈ ગયો. થોડા સમય પહેલાં હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થયા હતા. હવે છેલ્લા ઘણા દિવસોથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વચ્ચે છૂટાછેડાની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન, વધુ એક ભારતીય ક્રિકેટરના સંબંધોમાં તિરાડ પડવાના સમાચાર સામે આવી રહ્યા આવ્યા છે.
મનીષ પાંડેએ પોતાની પત્નીનો ફોટો હટાવી દીધો ભારતીય ટીમમાંથી બહાર રહેલા અનુભવી બેટર મનીષ પાંડેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાંથી તેમની પત્ની આશ્રિતા શેટ્ટીનો ફોટો ગાયબ છે. મનીષ સોશિયલ મીડિયા પર ખૂબ ઓછો એક્ટિવ છે. પરંતુ તેણે તેની પત્ની સાથેના ઘણા ફોટા શેર કર્યા હતા. હવે બધા ડિલીટ કર્યા છે. આશ્રિતા શેટ્ટીએ પણ પોતાની પ્રોફાઇલમાંથી મનીષ પાંડેનો ફોટો હટાવી દીધો છે. બંને હવે સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો પણ કરતા નથી.
મનીષ અને આશ્રિતાએ 2019માં લગ્ન કર્યા હતા 2015માં ભારત માટે ડેબ્યૂ કરનાર મનીષ પાંડેએ 2019માં આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા. આશ્રિતાનો પરિવાર કર્ણાટકનો છે અને તે તમિલ ફિલ્મ અભિનેત્રી છે. લગ્ન પછી, તે ભારતીય ટીમની મેચ તેમજ IPL દરમિયાન જોવા મળતી હતી. પરંતુ તે IPL 2024 દરમિયાન જોવા મળી ન હતી. મનીષ પાંડે કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો અને ટીમ ચેમ્પિયન પણ બની હતી. ચેમ્પિયન બન્યા પછી પણ, આશ્રિતાએ કંઈ પોસ્ટ પણ કરી નહોતી.
મનીષ પાંડેએ 2019માં આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.
આવી છે આશ્રિતાની ફિલ્મી કારકિર્દી… આશ્રિતા શેટ્ટીએ 2010માં ‘ક્લીન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસ બ્યુટી કોન્ટેસ્ટ’ માં ભાગ લીધો હતો અને તે વિજેતા રહી હતી, ત્યારબાદ આશ્રિતાએ ફિલ્મ ‘ઉદયમ NH 4’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે
‘ઉદયમ NH 4’ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત દિગ્દર્શક મણિમારને કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત બિઝનેસ કર્યો, ત્યારબાદ આશ્રિતા શેટ્ટીએ ઇન્દ્રજીત, ઓરુ કન્યનામ મૂનુ કલાવનિકલમ જેવી ઘણી મોટી અને હિટ ફિલ્મોમાં કામ કર્યું.
મનીષ પાંડે અને આશ્રિતા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે.
મનીષ IPLમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી મનીષ પાંડે IPLમાં સદી ફટકારનાર પહેલો ભારતીય બેટર છે. તેણે 2009માં RCB તરફથી રમતી વખતે સદી ફટકારી હતી. આ ઉપરાંત, મનીષ પાંડેએ 2007માં કર્ણાટક માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે કર્ણાટક માટે 118 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. મનીષ પાંડેએ ટીમ ઈન્ડિયા માટે 29 વન-ડે અને 39 T20 મેચ પણ રમી છે. તેણે ભારતીય ટીમ માટે છેલ્લી મેચ 2021માં કોલંબોમાં શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં રમી હતી.
ચહલ અને ધનશ્રીના સંબંધોમાં પડી તિરાડ તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાના સમાચાર આવી રહ્યા છે. જોકે બંનેએ હજુ સુધી તેમના અલગ થવાની જાહેરાત કરી નથી, પરંતુ બંનેમાંથી કોઈએ પણ છૂટાછેડાને અફવા ગણાવી નથી. બંનેએ ઈશારા-ઈશારામાં રિએક્શન આપી દીધા છે. તાજેતરમાં બન્નેએ પોત-પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી લગાવી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…