2 કલાક પેહલા
- કૉપી લિંક
દલજીત કૌરે માર્ચ 2023માં કેન્યા ના નિખિલ પટેલ સાથે બીજી વાર લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન પણ લાંબો સમય સુધી ટકી શક્યા નહીં. માત્ર 8 મહિનાના લગ્ન જીવનમાં એક્ટ્રેસ દલજીત કૌરના લગ્ન તુટી જવાના આરે આવી ગયા છે. છૂટાછેડાના સમાચાર વચ્ચે દલજીત કૌર અને તેના પતિ નિખિલ પટેલ એકબીજા પર ખુલ્લેઆમ આરોપોનો વરસાદ કરી રહ્યા છે. હાલમાં જ દલજીતે સોશિયલ મીડિયા દ્વારા તેમના પતિ પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં નિખિલ પણ શાંતિથી બેસવાને બદલે દલજીતને નોટિસ મોકલી હતી આ સાથે જ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ધમકી આપી હતી.નિખિલે આ સાથે જ જણાવ્યું હતું કે એક્ટ્રેસ પોતાનો કેન્યામાં ઘરે રહેલો સામાન નહીં લઇ જાય તો તે તમામ સામાન દાનમાં આપી દેશે. આ ધમકી મળ્યા બાદ દલજીત કૌર પણ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
એક્ટ્રેસ દલજીત કૌરે હાલમાં જ કેન્યામાં તેના પતિ નિખિલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી છે. છૂટાછેડાના સમાચાર વચ્ચે દલજીત હાલમાં જ કેન્યા ગઈ હતી. ભારત પરત ફર્યા બાદ દલજીતે કહ્યું છે કે નિખિલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને કોર્ટમાંથી સ્ટેનો ઓર્ડર પણ લીધો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, દલજીતે કેન્યાના નૈરોબી શહેરની મિલિમાની કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લીધો છે. હવે નિખિલ ન તો તેને અને તેના પુત્રને ઘરની બહાર કાઢી શકશે અને ન તો તે તેમનો સામાન ફેંકી શકશે. આ મામલે નિખિલને 11 જૂને નોટિસ મોકલવામાં આવી હતી. આ કેસની આગામી સુનાવણી 28 જૂને થશે અને ત્યાં સુધી નિખિલ દલજીતને કે તેમનો સામાન ઘરમાંથી કાઢી શકશે નહીં.
દલજીત કૌરે માર્ચ 2023માં કેન્યા સ્થિત બિઝનેસમેન નિખિલ સાથે લગ્ન કર્યા હતા
નિખિલના માતા-પિતાએ દલજીતના માતા-પિતા સામે હાથ જોડયા
કેન્યાથી ભારત પરત ફર્યા બાદ દલજીત કૌરે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે નિખિલના માતા-પિતાએ તેમના માતા-પિતા સામે હાથ જોડી દીધા છે. એક્ટ્રેસે લખ્યું હતું કે, તમે જે પણ કહ્યું, અમે તમારી દરેક વાત માની લીધી હતી. તમારા વૃદ્ધ માતા-પિતાએ હાથ જોડીને તમને મારા માતા-પિતાની સામે સારો દેખાડયા અમે આ વાત પણ માની લીધી. મારે હવે તમારી પાસેથી કોઈ દયા નથી જોઈતી. મારો જન્મ લડવા માટે થયો હતો. નિખિલે જે પણ કર્યું તે શરમજનક છે. સાચી વાત તો એ છે કે આ મામલામાં બાળકો પણ સામેલ છે.
આવો જાણીએ શું છે સમગ્ર ઘટના
અભિનેત્રી દલજીત કૌરે માર્ચ 2023માં કેન્યા સ્થિત બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે પુત્ર જોર્ડન સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ. જોર્ડન તેના પહેલા પતિ શાલિન ભનોટ અને તેમનો પુત્ર છે. બંનેના લગ્ન 2015માં સમાપ્ત થયા હતા.
કેન્યા શિફ્ટ થયાના 8 મહિના પછી દલજીત તેના પુત્ર સાથે ભારત પાછો ફરી. ભારત આવ્યા બાદ તેણે સોશિયલ મીડિયા દ્વારા છૂટાછેડાનો સંકેત આપ્યો હતો, ત્યારથી તેના અને નિખિલ વચ્ચે અલગ-અલગ ઈન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિવાદ ચાલુ છે. નિખિલે એક ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે દલજીત કેન્યામાં એડજસ્ટ થઈ શકી નહોતી. તે ભારતને ખૂબ જ મિસ કરી રહી હતી. તેણે પુત્રની શાળાની વાત કરી ભારત પરત ફરવાની વાત કરી અને બીજા જ દિવસે તેની વસ્તુઓ પેક કરી અને ભારત આવી. નિખિલના કહેવા પ્રમાણે, જે દિવસે દલજીત ભારત પરત ફરી હતી, તે દિવસે તેમના સંબંધોનો અંત આવી ગયો હતો.