6 કલાક પેહલા
- કૉપી લિંક
દલજીત કૌર આ દિવસોમાં કેન્યા સ્થિત બિઝનેસમેન નિખિલ પટેલ સાથે છૂટાછેડાની વાતને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસના જણાવ્યાં મુજબ, તે હવે પ્રેમ માટે તૈયાર નથી કારણ કે પહેલા શાલિન ભનોટ સાથે અને હવે નિખિલ સાથે તેના લગ્નજીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
દલજીતે માર્ચ 2023માં નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા અને તે પછી તે તેના પુત્ર જોર્ડન સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ હતી. આઠ મહિના પછી, દલજીત તેના પુત્ર સાથે ભારત પાછી ફરી અને તેણે સોશિયલ મીડિયા દ્વારા છૂટાછેડાનો સંકેત આપ્યો. જોર્ડન તેના પહેલા પતિ શાલિન ભનોટ અને દલજીતનો પુત્ર છે. બંનેના લગ્ન 2015માં ટૂટી ગયાં હતાં.
નિખિલના ઘરે મહેમાન બનીને નહોતી ગઈ- દલજીત દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન છૂટાછેડાની પ્રક્રિયા પર દલજીતે કહ્યું, ન્યાય માટે મારી લડાઈ હજુ પણ ચાલુ છે. લગ્ન દરમિયાન જે બન્યું તેના માટે હું કોર્ટ અને કાનૂની પ્રક્રિયા દ્વારા મારા અધિકારો માટે ઉભી છું. નિખિલ એ સાબિત કરવાની કોશિશ કરી રહ્યો છે કે અમે પરણ્યાં નથી, પણ હું સાબિત કરીને રહીશ આમારા લગ્ન થયા છે. હું નિખિલના ઘરે મહેમાન બનીને નહોતી ગઈ.
મને ન્યાય જોઈએ છે અને તે દરેક મહિલાનો અધિકાર છે દલજીતે કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ દુઃખદ અને અપમાનજનક છે. જો તે સાબિત કરશે કે લગ્ન થયા નથી, તો તે શરમજનક હશે. પરંતુ જો આવું ન થાય તો હું આશા રાખું છું કે તેને એવી આકરી સજા મળે કે ભવિષ્યમાં અન્ય કોઈ છોકરીને આવા વિશ્વાસઘાતનો સામનો ન કરવો પડે. મને ન્યાય જોઈએ છે અને તે દરેક મહિલાનો અધિકાર છે. આ ફક્ત મારા વિશે નથી, મારા માતાપિતા, મારા પુત્ર, દરેક જણ આ ન્યાયને પાત્ર છે. હું લડત ચાલુ રાખીશ. કારણ કે મને ખાતરી છે કે સત્ય મારી સાથે છે.
ન્યાય માટે આવતા જીવનની રાહ ન જુઓ તેણે વધુમાં કહ્યું કે, હું કોર્ટની પ્રક્રિયા વધારે સમજતી નથી, પરંતુ મને વિશ્વાસ છે કે ભગવાન ન્યાય કરશે. મારે આવતા જીવનની રાહ જોવી નથી, મારે આ જીવનમાં ન્યાય જોઈએ છે. હું દરેક સ્તરે મારા અધિકારો અને સન્માન માટે લડી રહી છું અને લડતી રહીશ.
લોકો કહે છે – તમે દુખડા ગાતા રહો છો, પણ મારે શું કરવું? દલજીતે આગળ કહ્યું, લોકો મને વારંવાર કહે છે કે તમે જ્યારે જુઓ ત્યારે દુખડા ગાતા રહો છો, પણ મારે શું કરવું? જે થયું તે થયું. મેં મારા જીવનમાં અદ્ભુત વસ્તુઓ જોઈ છે, પરંતુ મેં એવી વસ્તુઓ પણ જોઈ છે જે કદાચ કોઈ જોઈ શકતું નથી.
બંને જણા પોતપોતાની જવાબદારીમાંથી ભાગ્યા શું દલજીત કૌર ફરીથી પ્રેમમાં પડશે? ના. મારો પ્રેમ મારો પુત્ર, મારો પરિવાર છે અને હું તેનાથી ખૂબ જ ખુશ છું. હવે મારે મારા પુત્રનું જીવન ઘણું સારું બનાવવું છે. મને લાગે છે કે, તેથી જ બંને માણસો મારા જીવનમાંથી ચાલ્યા ગયા.
સિંગલ પેરેન્ટ બનવું એ સુપરપાવર છે વાતચીત દરમિયાન દલજીત કૌરે સિંગલ મધરહુડ સુધીની તેની સફરને એક સુપરપાવર જેવો અનુભવ ગણાવ્યો હતો. તેણીએ કહ્યું, સિંગલ પેરેન્ટ બનવું એ એક સુપર પાવર છે, કારણ કે હું દરેક વસ્તુ માટે જવાબદાર છું, હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરવાનો પ્રયાસ કરું છું. સિંગલ પેરેંટિંગ માટે બધું જાતે કરવું જરૂરી છે, પરંતુ જ્યારે હું અમારા પુત્ર સાથેના અમારા સંબંધોને જોઉં છું, ત્યારે તે ખૂબ જ ઊંડા અને વિશેષ લાગે છે. કદાચ સામાન્ય પતિ-પત્નીના સંબંધોમાં આ ઊંડાણ નથી હોતું. સિંગલ પેરેન્ટિંગમાં એક અલગ જ ઉત્તેજના હોય છે.
હું શરૂઆતમાં ખૂબ જ નર્વસ હતી સિંગલ પેરેંટિંગના તેના શરૂઆતના દિવસોને યાદ કરતાં દલજીતે કહ્યું, ‘જ્યારે જોર્ડન ખૂબ જ નાનો હતો, ત્યારે તેની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવી એ મારા માટે એક મોટો પડકાર હતો. શારીરિક ફેરફારો અને અચાનક જવાબદારીઓએ મને ખૂબ જ નર્વસ બનાવી દીધી હતી. તે સમય ખૂબ જ મુશ્કેલ હતો, કારણ કે પૈસાની અછત તો હતી જ, પરંતુ હું મારી જાતને માનસિક અને ભાવનાત્મક રીતે સંભાળવાની પણ હતી.
જોકે, દલજીતે આ સફરમાં આત્મવિશ્વાસ અને સખત મહેનતને પોતાનો સૌથી મોટો આધાર ગણાવ્યો હતો. મને મારી મહેનત અને ઈમાનદારી પર વિશ્વાસ છે. હું જાણું છું કે કંઈપણ થાય તો પણ હું રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરી શકું છું. હું શિક્ષિત છું અને મારા પુત્રને ઉછેરવા માટે સક્ષમ છું. જીવનમાં પરિવર્તન આવતું રહે છે અને આપણે તેને સ્વીકારવું જોઈએ. મેં પણ તેને અપનાવ્યું અને તેમાંથી શીખી. આજે હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે હું કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું.