19 મિનિટ પેહલા
- કૉપી લિંક
કન્નડ સિનેમાના પ્રખ્યાત અભિનેતા દર્શન કુમાર થૂગુદીપા તેના ચાહકની હત્યાના આરોપમાં જેલમાં છે. જૂનમાં અભિનેત્રી પવિત્રા ગૌડા સાથે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તેની અને અભિનેત્રી વિરુદ્ધ મજબૂત પુરાવા પણ મળ્યા છે. વિવાદો વચ્ચે હવે ઘણા ફિલ્મ નિર્માતાઓ દર્શન થૂગુદીપાના આ હત્યાકાંડ પર ફિલ્મ બનાવવા માંગે છે. દરરોજ ફિલ્મ નિર્માતાઓ તેમની ફિલ્મના ટાઈટલની નોંધણી કરાવવા માટે ફિલ્મ એસોસિએશન પહોંચી રહ્યા છે. જોકે, એસોસિએશનનું માનવું છે કે જ્યાં સુધી મામલો કોર્ટમાં છે ત્યાં સુધી ફિલ્મ નહીં બને.
ધરપકડ દરમિયાન લેવાયેલ દર્શન થૂગુદીપાની તસવીર.
તાજેતરના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ઘણા ફિલ્મ નિર્માતાઓ દર્શન થૂગુદીપા પર ફિલ્મ બનાવવા માંગે છે. તેમણે ટાઈટલ રજીસ્ટર કરાવવા માટે એસોસિએશનનો સંપર્ક કર્યો છે. ફિલ્મના સૌથી વધુ ચર્ચિત ટાઇટલ ‘ડી-ગેંગ’, ‘પ્રિઝનર નંબર 6101’છે.
દર્શનને ફિલ્મોમાં ડી-બોસના નામથી ઓળખવામાં આવે છે, તેથી તેના નામ પરથી ફિલ્મનું નામ ડી-ગેંગ રાખવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે કેદી નંબર 6101 એ દર્શનનો વર્તમાન કેદી નંબર છે. દર્શનના ચાહક રેણુકાસ્વામીની પેટાંગેરે શેડમાં જ હત્યા કરવામાં આવી હતી, તેથી એક ફિલ્મ નિર્માતા પેટાંગેર શેડ નામની પણ ફિલ્મ બનાવવા માંગે છે.
ફિલ્મ એસોસિએશને ફિલ્મ બનાવવાની મંજૂરી આપી નથી
એવા પણ અહેવાલ છે કે ફિલ્મ એસોસિએશને આ નામો અને દર્શન થૂગુદીપા પર ફિલ્મો બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. એસોસિએશનનું માનવું છે કે દર્શનનો કેસ હાલમાં કોર્ટમાં છે. જ્યાં સુધી કોર્ટ નિર્ણય નહીં લે ત્યાં સુધી તેમના પર ફિલ્મ નહીં બને.
શું છે સમગ્ર મામલો?
દર્શન કુમાર અને તેની ગર્લફ્રેન્ડ પવિત્રા ગૌડાની 11 જૂને બેંગલુરુમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવક રેણુકાસ્વામીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. રેણુકાસ્વામીનો મૃતદેહ 8-9 જૂનની વચ્ચેની રાત્રે એક નાળામાંથી મળી આવ્યો હતો.
પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો પહેલા એક્ટર દર્શન કુમારની નજીકના અને પછી દર્શનના નામ સામે આવ્યા. રેણુકાસ્વામીની જે જગ્યાએ હત્યા કરવામાં આવી હતી ત્યાં દર્શન કુમાર અને તેની ગર્લફ્રેન્ડ પવિત્રા પણ હાજર હતા. ક્રાઈમ સીન નજીકના સીસીટીવીમાં જોવા મળતાં દર્શન અને પવિત્રાની ધરપકડ કરવામાં આવી છે.
બીજી તરફ, એવી વાત સામે આવી છે કે દર્શને તેના ત્રણ સાગરિતોને 15 લાખ રૂપિયાની ઓફર કરી હત્યાનો આરોપ લેવા કહ્યું હતું. જોકે હવે તે પોલીસ કસ્ટડીમાં છે. તપાસમાં સામે આવ્યું છે કે દર્શને નિર્દયતાથી ફેનનો કાન કાપી નાખ્યો હતો. તેના પ્રાઈવેટ પાર્ટમાં પણ ઘા હતા. રેણુકાસ્વામીને લાકડા વડે માર મારવામાં આવ્યો હતો, જે પોસ્ટમોર્ટમમાં બહાર આવ્યું છે.
ફેન દર્શનની ગર્લફ્રેન્ડને હેરાન કરતો હતો
જાન્યુઆરી 2024માં અભિનેત્રી પવિત્રા ગૌડાએ દર્શન થૂગુદીપાની સાથે કેટલીક તસવીરો શેર કરી હતી અને જણાવ્યું હતું કે તેના અને દર્શનના સંબંધોના 10 વર્ષ પૂર્ણ થયા છે. આ દરમિયાન દર્શનની પત્ની વિજય લક્ષ્મીએ પવિત્રા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી.
દર્શન થૂગુદીપાના પ્રશંસક રેણુકાસ્વામીના એક્સ્ટ્રા મેરિટલ અફેરના સમાચાર બહાર આવ્યા બાદ તેને દુઃખ થયું હતું. તે પવિત્રાને સતત વાંધાજનક મેસેજ મોકલીને તેને દર્શનથી દૂર રહેવાનું કહેતો હતો. શરૂઆતમાં અભિનેત્રીએ સંદેશાઓની અવગણના કરી, પરંતુ પછીથી રેણુકાસ્વામીએ તેને ધમકીભર્યા સંદેશા મોકલવાનું શરૂ કર્યું. જ્યારે પવિત્રાએ આ અંગે દર્શનને ફરિયાદ કરી તો તેણે તેની ફેન ક્લબના સભ્ય સાથે મળીને રેણુકાસ્વામીની હત્યા કરાવી.