- Gujarati News
- Entertainment
- Bollywood
- Deepika Ranveer Spotted In Winter Look, Janhvi Ananya Arrive At Manish Malhotra’s House, Vidyut Jamwal And Nora Fatehi Arrive For ‘Crack’ Promotions
8 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગઈકાલે રાત્રે એરપોર્ટ પર એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા હતા. દીપિકા અને રણવીર બોલિવૂડનું ફેમસ કપલ છે. લુક વિશે વાત કરવામાં આવે તો, દીપિકાએ બ્લૂ અને વ્હાઇટ કોમ્બિનેશન શર્ટ અને બ્લુ ડેનિમ સાથે સ્વેટર પહેર્યું હતું. આ દરમિયાન કપલ ખૂબ જ આકર્ષક લાગતું હતું.
દીપિકાએ સફેદ રંગના સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા અને કાળા ચશ્મા પણ પહેર્યા હતા. હેર સ્ટાઇલમાં પોનીટેલ હતી. આ લુકમાં દીપિકા ખૂબ જ શાનદાર લાગી રહી હતી. રણવીર સિંહે સફેદ શર્ટ સાથે બ્લેક કોટ અને બ્લેક જીન્સની જોડી બનાવી છે. અભિનેતા સફેદ શૂઝ અને સફેદ કેપમાં જોવા મળ્યો હતો. આ લુકમાં રણવીર પણ એકદમ ડેશિંગ લાગતો હતો.
દીપિકા હાલમાં જ હૃતિક રોશન સાથે એરિયલ એક્શન થ્રિલર ‘ફાઈટર’માં જોવા મળી હતી. આ કપલ ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેઈન’માં જોવા મળશે.
અનન્યા પાંડે અને જાહન્વી કપૂર ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રીઓ નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. અનન્યાએ સફેદ અને વાદળી કોમ્બિનેશન ક્રોપ ટોપ પહેર્યું હતું જે તેણે બ્લૂ ડેનિમ સાથે પેર કર્યું હતું. અનન્યા ખુલ્લા વાળમાં અને મેકઅપ વગર જોવા મળી હતી.
જાહન્વી બ્લેક લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી બ્લેક ટ્રાઉઝર, બ્લેક સ્વેટશર્ટ અને મેકઅપ વગર જોવા મળી હતી.
વિદ્યુત જામવાલ સ્ટારર ફિલ્મ ‘ક્રેક’ની ટીમ ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી. આ દરમિયાન નોરા ફતેહી, એમી જેક્સન અને અર્જુન રામપાલ પણ જોવા મળ્યા હતા.
કરન જોહર ‘લવ સ્ટોરીઝ’ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો. કરન સિવાય, મીઝાન જાફરી સહિત ઘણા કલાકારો સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા.