8 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હાલ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘દેવરાઃ પાર્ટ 1’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથના સુપરસ્ટાર જુનિયર NTR પણ જોવા મળી રહ્યો છે. ‘દેવરા’થી જ્હાન્વીએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી છે.
‘ચુટ્ટમલ્લે’ના શૂટિંગ માટે જ્હાન્વીએ કર્યો મુશ્કેલીનો સામનો ‘દેવરાઃ પાર્ટ 1’ના ગીત ‘ચુટ્ટમલ્લે’ના શૂટિંગના સમયનો જ્હાન્વી કપૂરે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે શૂટિંગ સમયે થયેલી મુશ્કેલીની વાત કરે છે અને જણાવે છે કે કેવી રીતે તેને પોતાનો જીવ જોખમમાં મૂકી આ ગીતનું શૂટિંગ કર્યું છે.
‘ચુટ્ટામલ્લે’ ગીતનો BTS વીડિયો શેર કર્યો જ્હાન્વી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં થાઈલેન્ડમાં શૂટ શેડ્યૂલની કેટલીક થ્રોબેક પળો શેર કરી છે. તેને જણાવ્યું કે, જેલીફિશથી ભરેલા પાણીમાં ‘ચુટ્ટામલ્લે’ ગીતનું શૂટિંગ કર્યું હતું. આ જીવનની સૌથી જોખમી ક્ષણ હોઈ શકે છે. હું જેલીફિશથી ભરેલા પાણીમાં જઈ રહી છું. મારી સુરક્ષા માટે પાતળી સિલ્કની સાડી સિવાય કંઈ નથી. મને આશા છે કે હું બચીશ અને એક યાદગાર શોટ આપીશ.
યુઝર્સ કોમેન્ટ કરીને બેસ્ટ રિએક્શન આપતા જોવા મળ્યા જ્હાન્વીની બીજી સ્લાઇડમાં એક બોર્ડ પણ જોવા મળે છે જેમાં લખ્યું છે કે, “જેલીફિશથી સાવધ રહો.” કારણ કે તે જે પાણીમાં જઈ રહી હતી તે જેલીફિશથી ભરેલું છે, જે ડંખથી માણસને ઈજા પહોંચાડી શકે છે. એક ક્લિપમાં, અભિનેત્રી “ખડક” પર ચઢી અને પછી ખતરનાક પાણીમાં પડવાની વાત કરતી જોવા મળી હતી. જ્હાન્વી તેના ગીત માટે બેસ્ટ શોટ આપવા તમામ ડર ભૂલી જાય છે અને તે પાણીની અંદર ખૂબ આનંદ કરતી જોવા મળે છે. યુઝર્સ આના પર કોમેન્ટ કરીને બેસ્ટ રિએક્શન આપતા જોવા મળ્યા હતા.