2 કલાક પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘ગોલી’નું પાત્ર ભજવનાર કુશ શાહે શો છોડી દીધો છે. અભિનેતા ધર્મિત તુરખિયા હવે શોમાં તેનું સ્થાન લેશે. ધર્મિતની એન્ટ્રીથી શોમાં એક નવો બદલાવ જોવા મળશે.
ધર્મિતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે રણવીર સિંહ સાથે બોલિવૂડ ફિલ્મ ‘સર્કસ’ (2022)માં કામ કર્યું છે. તે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે એક જાહેરાતમાં પણ જોવા મળ્યો છે.
આટલું જ નહીં તેણે ‘ડેટોલ’ સહિત અનેક બ્રાન્ડ્સની જાહેરખબરોમાં પણ કામ કર્યું છે.
થોડા દિવસો પહેલાં કુશ શાહે 16 વર્ષ બાદ શોને અલવિદા કહ્યું હતું. તે હવે ન્યૂ યોર્કમાં અભ્યાસ કરવા જઈ રહ્યો છે. એક ઈમોશનલ વીડિયોમાં તેણે તેના ફેન્સ અને શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીનો આભાર માન્યો હતો. કુશે કહ્યું કે આ શોએ તેને ઘણો પ્રેમ અને યાદો આપી છે અને તેની 16 વર્ષની સફરને સુંદર ગણાવી છે. કુશે શોની સમગ્ર કાસ્ટ સાથે કેક કાપી હતી.
વીડિયોમાં અસિત મોદીએ તેનાં વખાણ કર્યાં અને કહ્યું કે, તેણે હંમેશાં પોતાના પાત્રમાં સાતત્ય જાળવી રાખ્યું છે. કુશે તેના ચાહકોને કહ્યું કે, તે પોતે અલવિદા કહી રહ્યો છે, પરંતુ ગોલીનું પાત્ર એ જ રહેશે – તે જ ખુશી, હાસ્ય અને તોફાન.
હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ગોલીના રોલમાં દર્શકો ધર્મિત તુરખિયાને કેટલો પસંદ કરે છે.