7 કલાક પેહલા
- કૉપી લિંક
1998માં રિલીઝ થયેલી ‘સોલ્જર’ બોબી દેઓલના કરિયર માટે મહત્ત્વની ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી, બોબીનું કરિયર પાછું પાટા પર ચડી ગયું હતું. કારણ કે તેની પ્રથમ ફિલ્મ ‘બરસાત’ ફ્લોપ રહી હતી. પરંતુ શું તમે જાણો છો કે, ફિલ્મ ‘સોલ્જર’ની વાર્તા સાંભળ્યા બાદ ધર્મેન્દ્ર નહોતા ઈચ્છતા કે તેમનો પુત્ર બોબી આ ફિલ્મમાં કામ કરે.

આ ફિલ્મમાં બોબી દેઓલ ઉપરાંત પ્રિટી ઝિન્ટા પણ જોવા મળી હતી
હાલમાં જ ફિલ્મના ડાયરેક્ટર અબ્બાસ મસ્તાને એક ઈન્ટરવ્યૂમાં આ વાત શેર કરી છે. તેણે કહ્યું, ‘બોબીએ પૂરા ઉત્સાહ સાથે ફિલ્મ સાઈન કરી હતી પરંતુ ધરમજીએ અમને ઘરે બોલાવ્યા અને કહ્યું – મારો પુત્ર નવોદિત છે, તેની પાસે માત્ર એક જ ફિલ્મ છે. તમે લોકો ‘સોલ્જર’નું નિર્દેશન કરી રહ્યા છો, પરંતુ હું તેની વાર્તા સાંભળીશ.

ફિલ્મ ‘સોલ્જર’માં બોબી દેઓલ.
ધર્મેન્દ્રએ કહ્યું, ‘મારો પુત્ર આ ફિલ્મ નહીં કરે’
અબ્બાસ મસ્તાને વધુમાં કહ્યું કે, ધરમજીએ સ્ક્રિપ્ટનો થોડો ભાગ સાંભળ્યો અને બોબીને તે કરવા દેવાની ના પાડી. વાસ્તવમાં, તેમને એ વાત પર વાંધો હતો કે, ફિલ્મમાં બોબીનું પાત્ર તેના પિતાને મારી નાખે છે. બાદમાં જ્યારે અબ્બાસ-મસ્તાને ધરમજીને આખી વાત કહી અને તેમને સમજાવ્યા ત્યારે તેઓ રાજી થયા.
ધર્મેન્દ્રને આની સામે વાંધો હતો
આખી વાર્તાને આગળ જણાવતા અબ્બાસે કહ્યું, ‘ફિલ્મની વાર્તામાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ હતા. જ્યારે ધર્મેન્દ્રજીએ સાંભળ્યું કે બોબીનું પાત્ર તેના પિતાને શૂટ કરે છે, ત્યારે તેઓ પોતાની સીટ પરથી ઊભા થયા અને કહ્યું, ‘મારો પુત્ર પિતાની હત્યાનો રોલ નહીં કરે. જ્યારે અમે તેમને કહ્યું કે કૃપા કરીને આખી વાર્તા સાંભળો, વાર્તામાં ટ્વિસ્ટ આવ્યો. બાદમાં તેણે આખી વાર્તા સાંભળી અને કહ્યું કે સરસ ફિલ્મ બનશે.’
‘સોલ્જર’ 1998માં રિલીઝ થઈ હતી અને સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ પછી 1998ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મને બોબીના કરિયરની સૌથી સફળ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.