13 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર 88 વર્ષના થઈ ગયા છે. ધર્મેન્દ્ર શરૂઆતથી જ ખૂબ જ ગરમ મિજાજના છે. પ્રોડ્યુસર પહલાજ નિહલાનીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે એકવાર ફિલ્મના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્ર ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. ગુસ્સામાં તેમણે બધાની સામે ડિરેક્ટરને ઘણું બધું સંભળાવી દીધું હતું.
આ વાર્તા ફિલ્મ ‘આગ હી આગ’ના શૂટિંગ દરમિયાન બની હતી
આ ઘટના 1987માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આગ હી આગ’ના શૂટિંગ દરમિયાન બની હતી. આ ફિલ્મના નિર્માતા પહલાજ નિહલાની હતાં. દિગ્દર્શક શિબુ મિત્રા હતા. ધર્મેન્દ્રને ગુસ્સે થવાનું કારણ બીજું કંઈ નહીં પણ ઘણી વખત રિટેક આપવાનું હતું. હકીકતમાં એક દિવસ શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્રને એક સીન માટે 15 રિટેક આપવા પડ્યા હતા. રિટેકને કારણે ધર્મેન્દ્ર ગુસ્સામાં લાલચોળ થઇ જતા ઘણી બધી વાતો ડિરેક્ટરને કહી હતી. આ ફિલ્મમાં તેમની સાથે શત્રુઘ્ન સિન્હા, નીલમ કોઠારી, ચંકી પાંડે અને ગુલશન ગ્રોવર સહિત ઘણા કલાકારો જોવા મળ્યા હતા.
આ ઘટનાનો ખુલાસો કરતી વખતે પહલાજ નિહલાનીએ કહ્યું હતું કે, જોકે નિર્દેશકે કોઈ અભિનેતા સાથે સ્ક્રિપ્ટ સેશન નથી કર્યા, પરંતુ તેમણે ધર્મેન્દ્ર સાથે ફિલ્મની સ્ટોરી લાઇન પર ચર્ચા કરી હતી. જ્યારે દિગ્દર્શકને તેમના અનુસાર સીન પરફેક્ટ ન લાગ્યો, ત્યારે તેમણે ઘણી વખત રિટેક માટે કહ્યું. આ જોઈને ધર્મેન્દ્રએ સેટ પર બધાની સામે ગુસ્સામાં કહ્યું – ‘પહલાજ, શું હું નવો-નવો કલાકાર છું કે તું મને વારંવાર ટેક કરાવે છે?’
અત્રે ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર હાલમાં જ કરન જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમના અને શબાના આઝમીનો લવ એંગલ બતાવવામાં આવ્યો હતો. શબાના આઝમી સાથેના તેમના કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઈ હતી.
ધર્મેન્દ્ર 1960થી સતત કામ કરે
ધર્મેન્દ્રએ 1960માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમની 6 દાયકા લાંબી કરિયરમાં તેમણે રોમેન્ટિક, સામાજિક, એક્શન અને ડ્રામા સહિત તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું. સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન માટે ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે.
ધર્મેન્દ્રએ તેમની 1990 ની ફિલ્મ ‘ઘાયલ’ માટે નિર્માતા તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. જો કે, તેમને તેમની સમગ્ર ફિલ્મ કારકિર્દીમાં ક્યારેય શ્રેષ્ઠ અભિનેતા અથવા સહાયક અભિનેતા (નેશનલ અથવા ફિલ્મફેર) એવોર્ડ મળ્યો નથી. ફિલ્મફેરે તેમને 1997માં લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યો હતો.