10 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિગ્ગજ બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિનીની દીકરી ઈશા દેઓલ પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે. ઇશા દેઓલ અને ભરત તખ્તાનીએ લગ્નના 12 વર્ષ બાદ એકબીજાથી અલગ થઈ ગયા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ઈશાના પિતા ધર્મેન્દ્ર તેમની પુત્રીના છૂટાછેડાથી દુખી છે. તેઓ હંમેશા ઇચ્છતા હતા કે ઈશા તેના ભરતથી અલગ થવાના નિર્ણય પર પુનર્વિચાર કરે.
પિતા ધર્મેન્દ્ર સાથે ઇશા દેઓલ
ધર્મેન્દ્રએ ઈશા-ભરતને ઘણી વખત આ બાબતે સમજાવ્યા પણ હતા
દેઓલ પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું કે ધર્મેન્દ્ર ઇચ્છતા ન હતા કે ઈશા અને ભરત અલગ થાય. દિગ્ગજ એક્ટરે પુત્રી ઈશા અને તેના પતિ ભરતને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ બંને સહમત ન થયા. કોઈપણ માતા-પિતા તેમના બાળકોના પરિવારને તૂટતા જોઈને ખુશ થઈ શકતા નથી. ધર્મેન્દ્ર જી પણ પિતા છે. એવું નથી કે તે તેની પુત્રીના અલગ થવાના નિર્ણયની વિરુદ્ધ હતા.. બસ ઇશા-ભરત અલગ થવાના નિર્ણય વિશે ફરી વિચારવા માંગે છે.
છૂટાછેડાની અસર બાળકો ઉપર
આંતરિક સૂત્રોએ એ પણ જણાવ્યું કે ઈશા અને ભરત બંને ધર્મેન્દ્રની ખૂબ નજીક છે. દેઓલ પરિવાર માટે ભરત પુત્ર સમાન છે. દીકરી ઈશા પણ તેના પિતાની ખૂબ જ નજીક છે. ધર્મેન્દ્ર ઈચ્છતા હતા કે બંને બાળકો ખુશ રહે. ઈશા અને ભરતની બંને દીકરીઓ તેમના દાદા-દાદી અને નાના-નાનીની નજીક છે. પતિ-પત્નીના છૂટા પડવાની અસર બાળકો પર પડે છે. એટલા માટે ધર્મેન્દ્રને લાગ્યું કે જો લગ્ન બચાવી શકાયા હોત તો છૂટાછેડા ન લેવા જોઈએ.
ઈશા તેની બે પુત્રીઓ રાધ્યા અને મીરાયા સાથે
હેમા માલિની દીકરી ઈશાના સમર્થનમાં છે
અગાઉ, ઝૂમના અન્ય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈશા અને ભરતના છૂટાછેડાથી પરિવારમાં કોઈને આશ્ચર્ય થયું નથી. પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી આવી વાતો ચાલી રહી હતી. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ઈશાની માતા અને દિગ્ગજ અભિનેત્રી હેમા માલિની તેમની પુત્રીના નિર્ણયના સમર્થનમાં છે. તેઓ તેમના વિશે વધુ વિચાર કરવા માગતા નથી.
લગ્નના 12 વર્ષ બાદ ઈશા-ભરત અલગ થયા
એક મીડિયા રિપોર્ટ અનુસાર એક સંયુક્ત નિવેદનમાં ઇશા દેઓલ અને ભરત તખ્તાનીએ કહ્યું હતું કે, હવે તેમને રસ્તા અલગ કરવાનો નિર્ણય લીધો છે. તેઓએ શેર કર્યું, “અમે પરસ્પર અને સૌહાર્દપૂર્વક અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા જીવનમાં આ પરિવર્તન અમારા બે બાળકોના શ્રેષ્ઠ હિત અને કલ્યાણ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને રહેશે. અમે ઇચ્છીશું કે, અમારી ગોપનીયતાનું સન્માન કરવામાં આવે”
ઈશા દેઓલે 29 જૂન 2012ના રોજ બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા
ઈશા અને ભરતના લગ્ન વર્ષ 2012માં થયા હતા
ઈશા દેઓલે 29 જૂન 2012ના રોજ ભરત સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ઇસ્કોન મંદિરમાં ખૂબ જ સાદગી સાથે થયા હતા. લગ્નના પાંચ વર્ષ પછી દંપતી પુત્રી રાધ્યાના માતા-પિતા બન્યા અને પછી વર્ષ 2019માં, ઈશાએ તેમની બીજી પુત્રી મિરાયા તખ્તાનીને જન્મ આપ્યો.
ઈશા અને ભરતની મુલાકાત 13 વર્ષની વયે જ થઈ હતી
બંને અલગ-અલગ સ્કૂલમાં ભણતા હતા પરંતુ ઈન્ટર સ્કૂલ ટૂર્નામેન્ટ સમયે તેમની મુલાકાત થતી હતી. આ મુલાકાતો દરમિયાન જ ભરત ઈશાને દિલ આપી બેઠો હતો.
ભરતે લવ સ્ટોરી પર વાત કરતા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “હું બાન્દ્રામાં Learner’s Academyમાં અભ્યાસ કરતો હતો અને ઈશા જુહૂ સ્થિત જમનાબાઈમાં ભણતી હતી. ઈન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ સમયે મુલાકાત થતી અને આ સમયે મને તેની પર ક્રશ હતો.”લવ સ્ટોરી પર ઈશાએ જણાવ્યું હતું કે,”અમે ઈમ્મેચ્યોર હતા અને તે સમયે હું સ્ટુપિડ પણ હતી. એક દિવસ ભરતે મારો હાથ પકડવાનો પ્રયાસ કરતા મે તેને લાફો મારી દીધો અને કહ્યું કે તારી હિંમત કેવી રીતે થઈ મારો હાથ પકડવાની?” આ ઘટના બાદ બંને વચ્ચેની વાતચીત પણ બંધ થઈ ગઈ હતી. જોકે ભરત ત્યારે પણ ઈશા અંગે વિચારતો રહેતો હતો. અમુક સમય બાદ ભરત ઈશાની નાની બહેન અહાનાનો સારો મિત્ર બન્યો અને તે ઈશા અંગે જાણકારી મેળવતો રહ્યો. 10 વર્ષ સુધી વાતચીત ના થયા બાદ બંનેની મુલાકાત નાયાગ્રા ફોલ્સ પર થઈ. આ સમયે ભરતે ઈશાને પ્રશ્ન કર્યો હતો કે, શું તે તેનો હાથ પકડી શકે છે? ઈશાએ ત્યારે તાત્કાલિક હાં પાડી દીધી. ઈશાએ પછી વાત માતા હેમા માલિનીને જણાવીય ભરત, હેમા માલિનીને મળ્યા બાદ ધર્મેન્દ્રને મળવા પહોંચ્યા. બંનેએ એક કલાક સુધી વાત કરી પછી આ કપલના લગ્ન ફિક્સ થઈ ગયા.
ઈશાએ એક જ યુવક સાથે 2 વાર કર્યા લગ્ન
ઈશા અને ભરતે પ્રથમવાર લગ્ન 29 જૂન 2012ના જુહૂ સ્થિત ઈસ્કોન મંદિરમાં કર્યા હતા. લગ્નના 5 વર્ષ બાદ પ્રેગ્નન્સી દરમિયાન ઈશાએ 24 ઓગસ્ટ 2017ના પતિ ભરત સાથે બીજીવાર લગ્ન કર્યા.બીજા લગ્નમાં કપલે 3 ફેરા ફર્યા. વાસ્તવમાં ઈશા ઈચ્છતી હતી કે પ્રેગ્નન્સી દરમિયાન તે અને ભરત ફરીવાર લગ્ન કરે. એક ઈન્ટરવ્યૂમાં ઈશાએ આ અંગે જણાવ્યું હતું કે,”બીજા લગ્ન સિંધિ પંરપરા અનુસાર કરવામાં આવ્યા. પંડિતોએ મંત્ર હિન્દીમાં બોલ્યા જેથી મારા પરિવારજનોને પણ તે સમજમાં આવે. મારા પતિ અને પિતા બંને મારી માટે ઘણું મહત્વ ધરાવે છે.” ઈશાને 2002માં આવેલી તેની ડેબ્યૂ ફિલ્મ ‘કોઈ મેરે દિલ સે પૂછે’ માટે ફિલ્મફેર ડેબ્યૂનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે પછી તેનું કરિયર જોઈએ તેટલી સફળતાવાળુ રહ્યું નહીં.