10 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન અને ગૌરી ખાનનો એક ફોટો ઈન્ટરનેટ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમનો પુત્ર આર્યન ખાન પણ જોવા મળી રહ્યો છે. ફોટોને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મક્કામાં લેવામાં આવ્યો છે અને લગ્નના 33 વર્ષ બાદ બોલિવૂડના કિંગ ખાને તેની પત્ની ગૌરીને ઈસ્લામ કબૂલ કરાવ્યો છે. આ ફોટોની સંપૂર્ણ હકીકત શું છે ચાલો જાણીએ…..
લગ્નના 33 વર્ષ બાદ ગૌરી ખાને ધર્મ બદલ્યો? સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે જેમાં શાહરુખ ખાન તેની પત્ની ગૌરી ખાન અને મોટા પુત્ર આર્યન ખાન ઊભેલા દેખાય છે અને એમના બેકગ્રાઉન્ડમાં મક્કાનું પવિત્ર કાબા દેખાય છે. તસવીરમાં ગૌરી ખાને હિજાબ પહેર્યો છે અને પિતા-પુત્ર બંનેએ સફેદ કુર્તા-પાયજામા પહેર્યા છે. એવું લાગે છે કે તસવીરો સાચી છે અને સ્ટાર કપલ ખરેખર ત્યાં હાજર છે, પરંતુ ભાસ્કર દ્રારા ફેક્ટ ચેક કરતા સામે આવ્યું કે આ બિલકુલ સત્ય નથી. આ AI જનરેટેડ તસવીરો છે. આ વાઈરલ તસવીર ફક્ત વિવાદ ઊભો માટે બનાવવામાં આવી હતી.
શાહરુખ-ગૌરીની લવ સ્ટોરી શાહરુખ ખાન અને ગૌરી ખાનની લવ સ્ટોરીની ગણતરી ઈન્ડસ્ટ્રીની સૌથી ફેમસ લવ સ્ટોરીમાં થાય છે. ધર્મથી મુસ્લિમ એવા શાહરુખ ખાનને ગૌરી છિબ્બર સાથે પ્રેમ થયો. જે પંજાબી હિન્દુ છે. બંનેના લગ્ન 1991 થયા હતા અને આ સંબંધ સમયની કસોટી પર ખરો ઉતર્યો છે. બંનેના ધર્મ અલગ-અલગ હોવા છતાં તેમના અંગત જીવનમાં ધાર્મિક મતભેદ ક્યારેય ઊભા થયા હોય તેવો કોઈ દાખલો સામે આવ્યો નથી. શાહરૂખ ખાનના ઘરમાં ઈદ અને દિવાળી બંનેની ઉજવણી કરવામાં આવે છે, તેમના ઘર મન્નતને ધાર્મિક એકતાનું પ્રતિક માનવામાં આવે છે.
શાહરુખ-ગૌરીનું બિનસાંપ્રદાયિક કુટુંબ શાહરુખ અને ગૌરીને ત્રણ બાળકો છે: આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન. ઘણા ઇન્ટરવ્યુમાં શાહરુખ ખાન અને ગૌરીએ જણાવી ચૂક્યા છે કે તેઓ કેવી રીતે તેમના બાળકોમાં બિનસાંપ્રદાયિક કૌટુંબિક મૂલ્યોનું સિંચન કરે છે.
અગાઉ પણ આવા કિસ્સા બની ચૂક્યા છે આ કંઈ પહેલીવારનું નથી કે જ્યારે AI દ્રારા કોઈ સેલિબ્રિટીની ફેક તસવીરો કે વીડિયો સોશિયલ મીડિયામાં વહેતા કરીને વિવાદ સર્જવાનો પ્રયાસ થયો હોય. દીપિકા પાદુકોણ, કાજોલ, રશ્મિકા મંદાનાથી લઈને ટેલર સ્વિફ્ટ જેવી અનેક જાણીતી હસ્તીઓની બનાવટી તસવીરોએ ચર્ચા જગાવી, વિવાદ સર્જ્યા છે.