56 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલજીત દોસાંઝ આજકાલ તેની દિલ લ્યુમિનાટી ટુરના કારણે ચર્ચામાં છે. હાલમાં જ માન્ચેસ્ટરમાં યોજાયેલા કોન્સર્ટમાંથી દિલજીતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એક પાકિસ્તાની મહિલા ફેનને ગિફ્ટ આપતો જોવા મળે છે. સરહદ પારથી પોતાના ફેન્સને મળતાં દિલજીતે કહ્યું કે, આપણા માટે ભારત-પાકિસ્તાન એક જ છે. જોકે, ઘણા લોકોને તેમનું નિવેદન પસંદ આવી રહ્યું નથી.
વીડિયોમાં દિલજીત દોસાંઝે સ્ટેજ પર તેની મહિલા ફેન્સને ગિફ્ટ આપીને પૂછ્યું, તમે ક્યાંથી છો? તેને જવાબ આપ્યો પાકિસ્તાન, ત્યારે દિલજીતે કહ્યું કે, ઓહ પાકિસ્તાની, તેમના માટે જોરથી તાળીઓ પડાવી અને ભારત-પાકિસ્તાન એક જ છે તેવું નિવેદન આપ્યું. પંજાબીઓના દિલમાં દરેક માટે પ્રેમ છે. આ સીમાઓ અને સરહદો આપણા રાજકારણીઓએ બનાવી છે. પણ પંજાબી ભાષી લોકો અહીં હોય કે ત્યાં હોય, બધા એક જ છે.
દિલજીત દોસાંઝે સ્ટેજ પર તેની મહિલા ફેન્સને ગિફ્ટ આપી
દિલજીતે વધુમાં કહ્યું, જે લોકો મારા દેશમાંથી આવ્યા છે તેમનું પણ સ્વાગત છે. અને જેઓ પાકિસ્તાનથી આવ્યા છે તેઓનું પણ સ્વાગત છે.
જ્યાં એક તરફ સોશિયલ મીડિયા યૂઝર્સ દિલજીતના વર્તનના વખાણ કરી રહ્યા છે, ત્યાં એક વર્ગ એવો પણ છે જે તેના નિવેદનથી નારાજ છે. વીડિયો સામે આવ્યા બાદ ઘણા યુઝર્સ ગુસ્સામાં પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, શહીદોના પરિવારોને આવા ભાઈચારા વિશે પૂછો. અન્ય એક યુઝરે લખ્યું છે કે, શહીદ સૈનિકની વિધવાને પૂછો, તેની અસહાય માતાને પૂછો, તેની નાની દીકરીઓને પૂછો કે દર્દ શું છે. અમને આવા ભાઈચારાની જરૂર નથી.
દિલજીતનો કોન્સર્ટ જોવા માટે માતા આવી, પુત્રને ગળે લગાડીને રડી પડી
તાજેતરમાં જ માન્ચેસ્ટરથી દિલજીતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે 15 વર્ષમાં પ્રથમ વખત ફેન્સને તેના પરિવાર સાથે પરિચય કરાવ્યો છે. દિલજીતની માતા અને બહેનો તેના કોન્સર્ટનો ભાગ બન્યા હતા. આ દરમિયાન દિલજીતે સ્ટેજ પર તેના ગીત હંસ-હંસના બોલ ગાવાનું શરૂ કર્યું અને ગાતા ગાતા દર્શકોની ભીડ સુધી પહોંચી ગયો.
એક મહિલા સુધી પહોંચીને, દિલજીતે તેના ગીત દિલ તેનુ દે દિત્તા મેં તન સોનેયાની પંક્તિઓ ગાયી અને તેની માતાનો પરિચય કરાવ્યો. જ્યારે દિલજીતે તેને ગળે લગાવ્યો ત્યારે માતા પણ ભાવુક થતી જોવા મળી હતી. દિલજીતે તેના કપાળ પર ચુંબીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. તેણે ગીતની કેટલીક કડીઓ તેની બહેનોને પણ ડેડીકેટ કરી હતી.