9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડિમ્પલ કાપડિયા અને ઋષિ કપૂરે 1973માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બોબી’થી ડેબ્યૂ કર્યું હતું. નવા ચહેરાઓ હોવા છતાં ફિલ્મ હિટ બની હતી. આ ફિલ્મની સફળતા બાદ બંને રાતોરાત ફેમસ થઈ ગયા હતા. આ ફિલ્મ દરમિયાન ઋષિ 21 વર્ષના હતા જ્યારે ડિમ્પલ માત્ર 16 વર્ષની હતી. એક જૂના ઈન્ટરવ્યુમાં ઋષિ કપૂરે તેમની પહેલી ફિલ્મ સાથે જોડાયેલી એક કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, શરૂઆતથી જ ડિમ્પલ મોટી અને લક્ઝરી કારમાં ફરતી હતી, જ્યારે તેમની અને અમિતાભ બચ્ચન પાસે ફિયાટ કાર હતી.
અમિતાભ અને ઋષિ કપૂરની કારની હાલત સારી નહતી ‘ધ મૂવી મોથ’ સાથેની વાતચીત દરમિયાન ઋષિ કપૂરે કહ્યું હતું કે, જ્યારે ડિમ્પલ અને હું ફિલ્મ ‘બોબી’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ડિમ્પલ મોટી અને ઈમ્પોર્ટેડ કારમાં જ મુસાફરી કરતી હતી. તે દરમિયાન અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘બોમ્બે ટુ ગોવા’નું શૂટિંગ પણ ચાલતું હતું, તેથી તેઓ મને વારંવાર કહેતા હતા કે તારી હિરોઈન બહુ મોટી કારમાં આવે છે. જ્યારે તે દિવસોમાં અમિતજી ફિયાટમાં આવતા હતા અને અમારી પાસે પણ જૂની ફિયાટ હતી.
ડિમ્પલ પોતાને સ્ટાર કહેતી ઋષિએ કહ્યું, અમે ડિમ્પલને હેરાન કરતા હતા. અને તે અમને કહેતી કે હું રાજ કપૂરની હિરોઈન છું, હું સ્ટાર છું. ઋષિએ કહ્યું કે ડિમ્પલ કોનફીડનસ સાથે કહેતી હતી કે જો ફિલ્મ હિટ થઈ જાય તો પણ હું સ્ટાર છું અને તેમ ન થાય તો પણ હું સ્ટાર છું. જેના કારણે હું મોટી કારમાં મુસાફરી કરું છું. ઋષિએ કહ્યું, હવે જ્યારે હું પાછળ જોઉં છું તો મને લાગે છે કે ડિમ્પલ સાચી હતી, તે સ્ટાર છે.
નીતુ સિંહ અને ડિમ્પલે બંનેએ ‘બોબી’ ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું નીતુ સિંહ અને ડિમ્પલ કાપડિયા બંનેએ ફિલ્મ ‘બોબી’ માટે ઓડિશન આપ્યું હતું. જોકે રાજ કપૂરે ડિમ્પલ કાપડિયાને પસંદ કરી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સિનિયર ફિલ્મ વિશ્લેષક દિલીપ ઠાકુરે જણાવ્યું હતું કે નીતુ સિંહની માતા રાજી પોતાની પુત્રીને રાજ કપૂરની ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે લોન્ચ કરવા માંગતી હતી. પરંતુ, ફિલ્મ નિર્માતાએ ના પાડી, કારણ કે તે બાળ અભિનેત્રી તરીકે કેટલીક ફિલ્મો કરી ચૂકી છે. જોકે, બાદમાં નીતુ સિંહે ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા હતા.
‘બોબી’ 1973ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી ‘બોબી’ 1973ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. પરંતુ ઋષિ કપૂરે પછીથી બોલિવૂડ હંગામાને કહ્યું કે, ‘બોબી’ એક એવી ફિલ્મ છે જે રાજ કપૂરને બચાવવા માટે બનાવવામાં આવી હતી, કારણ કે તેમનો સ્ટુડિયો ગીરવે હતો. રાજ કપૂરે ‘મેરા નામ જોકર’ ફિલ્મ ખૂબ જ મોટા બજેટમાં બનાવી હતી અને તેમને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. જ્યારે ફિલ્મ રીલિઝ થઈ ત્યારે તે ચાલી ન હતી, જેના કારણે રાજ કપૂરને ભારે નુકસાન થયું હતું અને તેના પર ઘણું દેવું હતું, તેથી તેમણે તેમના પુત્ર ઋષિને લોન્ચ કરીને ‘બોબી’ ફિલ્મ બનાવી હતી.