34 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડિનો મોરિયા અને જ્હોન અબ્રાહમે એક જ સમયે તેમની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. બંનેએ લગભગ એક સાથે જ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બંનેએ મોડલ-એક્ટ્રેસ બિપાશા બાસુને લાંબા સમય સુધી ડેટ પણ કરી છે. એવું પણ માનવામાં આવે છે કે બિપાશાને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો. હવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ડીનોએ આ બાબતે વાત કરી છે. ડીનોએ કહ્યું કે તેની અને જ્હોન વચ્ચે કોઈ વિવાદ નથી અને તેઓ હંમેશાથી સારા મિત્રો રહ્યા છે.
‘રાઝ’ ડીનો અને બિપાશા બંનેની કારકિર્દીની ત્રીજી ફિલ્મ હતી. ડીનોના કરિયરની આ પહેલી હિટ ફિલ્મ હતી.
‘મારુ બિપાશા સાથે બ્રેકઅપ થયું અને વાર્તાઓ બનવા લાગી’
યુટ્યુબર સિદ્ધાર્થ કાનનને આપેલા એક ઈન્ટરવ્યુમાં ડીનોએ કહ્યું, ‘અમારી વચ્ચે ક્યારેય કોઈ લડાઈ થઈ નથી. અમે અવારનવાર એકબીજા સાથે વાત કરીએ છીએ અને એકબીજાની કંપનીનો આનંદ માણીએ છીએ. અમારી વચ્ચે ઝઘડો થયો હતો એ વાત લોકોના મગજમાં ત્યારે જ આવી જ્યારે મેં બિપાશા સાથે બ્રેકઅપ કર્યું અને તેણે બિપાશાને ડેટ કરવાનું શરૂ કર્યું. અહીંથી વાર્તાઓ બનવાની શરૂઆત થઈ.
‘તે આજે જ્યાં છે તે જોઈને હું ખુશ છું’
ડીનોએ આગળ કહ્યું, ‘લોકોને લાગ્યું કે તે મારી ગર્લફ્રેન્ડને ડેટ કરી રહ્યો છે, તેથી અમારી વચ્ચે ઝઘડો થયો. પરંતુ અમે બંને હંમેશાથી સારા મિત્રો રહ્યા છીએ. મેં તેને ગઈકાલે જ મેસેજ કર્યો હતો. અમે બાઇક રાઇડ પર જઇએ છીએ અને સાથે કોફી પીએ છીએ. આજે તે જ્યાં છે તે જોઈને હું ખૂબ જ ખુશ છું. એક સમય હતો જ્યારે લોકો કહેતા હતા કે મૉડલ એક્ટિંગ નથી કરી શકતા અને અમે બંનેએ તેમને ખોટા સાબિત કર્યા છે.
ડિનો સાથેના બ્રેકઅપ પછી બિપાશાએ જ્હોનને ડેટ કરવાનું શરૂ કર્યું.
‘લોકોને લાગ્યું કે જ્હોને મારી ગર્લફ્રેન્ડને છીનવી લીધી છે’
ઈન્ટરવ્યુમાં ડીનોએ એ પણ જણાવ્યું કે તેની સાથે બ્રેકઅપ થયા બાદ બિપાશા એક વર્ષ સુધી સિંગલ હતી. ડીનોએ કહ્યું, ‘જ્યારે બિપાશા અને હું ફિલ્મ ‘રાઝ’માં કામ કરી રહ્યા હતા ત્યારે અમારા સંબંધો બગડવા લાગ્યા હતા. હું વર્ષો પછી આ વાતનો ખુલાસો કરી રહ્યો છું, પરંતુ મારા અને બિપાશાના બ્રેકઅપના એક વર્ષ પછી જ્હોન અને બિપાશાએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. જો કે, લોકોને ખબર નથી કેમ આજે પણ તેમને લાગે છે કે જ્હોને મારી ગર્લફ્રેન્ડને છીનવી લીધી, તેમ છતાં એવું કંઈ નહોતું.
2003માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જિસ્મ’ના એક સીનમાં જ્હોન અને બિપાશા. જ્હોનની આ ડેબ્યૂ ફિલ્મ હતી.
ડીનોએ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાઝ’માં બિપાશા સાથે સફળતા મેળવી હતી. જ્હોને બિપાશા સાથે 2003માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જિસ્મ’થી અભિનયની શરૂઆત કરી હતી.