7 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફિલ્મ નિર્માતા સૂરજ બડજાત્યાએ 1989માં ફિલ્મ “મૈંને પ્યાર કિયા” થી દિગ્દર્શક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં, તેમણે ખુલાસો કર્યો કે જ્યારે તેમણે પોતાની કારકિર્દી શરૂ કરી હતી, ત્યારે તેઓ ખૂબ ગુસ્સાવાળા અને ચીડિયા હતા. પણ સમય જતાં તે નમ્ર બનવાનું શીખી ગયા.’
ગેમ ચેન્જર સાથે વાત કરતા સૂરજ બડજાત્યાએ કહ્યું, ‘શરૂઆતમાં, મેં ઘણી હિરોઈનોને રડાવી હતી, જેમ કે ભાગ્યશ્રી. હું ગુસ્સામાં બૂમો પાડતો હતો. જોકે, પછી મને સમજાયું કે પ્રેમ અને શાંતિ હોય ત્યારે કામ સારું થાય છે.’
![](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/11/screenshot-2025-02-11-165612_1739273187.png)
આ ઉપરાંત, સૂરજ બડજાત્યાએ જણાવ્યું કે તે પોતાની ફિલ્મો વચ્ચે કેમ લાંબો સમય લે છે. “હું ઘણી તૈયારી કરું છું,” તેમણે કહ્યું. ‘મેં મારી સ્ક્રિપ્ટ 200 વાર વાંચું. હું દરેક કપડાં અને પ્રોપર્ટીને ધ્યાનથી જોઉં છું. હું દરેક વસ્તુ માટે તૈયાર રહેવા માંગુ છું. એટલા માટે મને ફિલ્મ બનાવવામાં પાંચ વર્ષ લાગે છે, કારણ કે જ્યારે આપણે સેટ પર હોઈએ છીએ, ત્યારે હું ફક્ત ફિલ્મ બનાવવા માગુ છું અને કંઈપણ ઇમ્પ્રુવાઇઝ કરવા માંગતો નથી.’
સૂરજે વધુમાં ઉમેર્યું, “એક દિગ્દર્શક તરીકે, હું ખૂબ જ સ્વાર્થી છું કારણ કે હું સંપૂર્ણપણે તૈયાર ન થાઉં ત્યાં સુધી કામ શરૂ કરતો નથી. આ મારી આદત છે જે મેં શરૂઆતથી જ અપનાવી છે. જ્યારે તમે રાજ કપૂરની ફિલ્મો જુઓ છો, જેમ કે ‘સંગમ’ કે ‘બોબી’, ત્યારે તમે તેમાં ખોવાઈ જાઓ છો, આ માટે ઘણી તૈયારીની જરૂર પડે છે. ત્યાં મને પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. જો તમે ફક્ત પૈસા વિશે જ વિચારશો, તો તે નરી મૂર્ખતા કહેવાશે’
![](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/11/screenshot-2025-02-11-165724_1739273253.png)
‘પણ એક ડિરેક્ટર તરીકે હું કોઈનું સાંભળતો નથી. હું દરેક સંવાદ જાતે તપાસું છું. હું કોરિયોગ્રાફરની વાત પણ સાંભળતો નથી. મને બધું લેખિતમાં જોઈએ છે. હું સંજય લીલા ભણસાલી જેવો વિઝ્યુઅલ ડિરેક્ટર નથી, તે ખૂબ જ સારો છે. હું મણિરત્નમ જેવો પણ નથી. હું મુખ્યત્વે વાર્તાકાર છું, તેથી મારે દૃશ્ય વિશે વધુ વિચારવાની જરૂર નથી.’
સૂરજે OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું
નોંધનીય છે કે,સૂરજ બડજાત્યાએ વેબ સિરીઝ ‘બડા નામ કરેંગે’ થી ઓટીટી પર ડેબ્યૂ કર્યું છે. આ એક સામાન્ય છોકરા અને છોકરીની વાર્તા છે જે શહેરમાં આવે છે અને પોતાની ઓળખ બનાવે છે. આ સિરીઝ 7 ફેબ્રુઆરીથી સોની લિવ પર સ્ટ્રીમિંગ શરૂ થઈ છે.