43 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે રાત્રે 9 વાગ્યાથી ‘બિગ બોસ 18’નું ગ્રાન્ડ પ્રીમિયર શરૂ થવા જઈ રહ્યું છે. આ શોને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. સલમાન ખાન ફરી એકવાર હોસ્ટની ખુરશી પર જોવા મળશે.ગઈકાલે, શોના મેકર્સ દ્વારા એક પ્રોમો શેર કરવામાં આવ્યો જેમાં ન તો સલમાન અને ન તો કોઈ કન્ટેસ્ટન્ટ દેખાયા હતા. પ્રોમો ખાસ કરીને ગધેડા માટે બનાવવામાં આવ્યો હતો.
બિગ બોસના ઘરમાં ગધેડાની એન્ટ્રી! ‘બિગ બોસ 18’ના સ્ટેજ પર ગધેડાને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ હવે ખબર પડી કે તે આ શોમાં શું કરી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, આ ગધેડો શોના અન્ય કન્ટેસ્ટન્ટ સાથે ઘરમાં રહેવાનો છે. આ ગધેડાનું નામ મેક્સ છે અને તે કન્ટેસ્ટન્ટ એડવોકેટ ગુણરત્ન સદાવર્તેનો પાલતુ છે. મેક્સ તમામ કન્ટેસ્ટન્ટ સાથે બિગ બોસ 18ના ઘરની અંદર રહેવાનો છે. જોકે, મેકર્સ કે કલર્સ ટીમ દ્વારા હજુ સુધી આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. અગાઉ એક ડોગ પણ આ રિયાલિટી શોનો હિસ્સો બની ચૂક્યું છે.
નિયા શર્મા ‘બિગ બોસ 18’માં જોવા મળશે નહીં ‘બિગ બોસ 18’ના ઘણા કન્ટેસ્ટન્ટના નામ સામે આવી ચૂક્યા છે અને ઘણાના નામ જાહેર કરવાના બાકી છે. ટીવી એક્ટ્રેસ નિયા શર્માના નામને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આખરે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે, નિયા શર્મા આ સિઝનમાં બિગ બોસનો હિસ્સો બનશે નહીં. નિયાએ પોતે એક પોસ્ટ કરીને ફેન્સની માફી માંગી છે.
નિયા શર્માએ શેર કરી ઇન્સ્ટા સ્ટોરી નિયા શર્માએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું કે, હું બધા ફેન્સની માફી માંગુ છું જેમને મેં નિરાશ કર્યા છે. હું તમારા સપોર્ટ, પ્રેમ અને હાઇપ માટે આભાર માનું છું. તમે બધાએ મને પણ શોમાં જવા માટેનું મન કરાવી દીધું. આ 14 વર્ષોમાં મેં શું કમાવ્યું છે તે તમે બધાએ મને અહેસાસ કરાવ્યો છે. એવું નથી કે મેં આ હાઇપ અને અટેંશનને એન્જ્યો ન કર્યું હોય, પરંતુ કૃપા કરીને આ બધા માટે મને દોષ ન આપશો. આ બધું મેં નથી કર્યું.
‘બિગ બોસ 18’ માટે છ નામ ફાઇનલ
શિલ્પા શિરોડકર
આ વખતે શોના સંભવિત સ્પર્ધકોમાં 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શિરોડકરનું નામ પણ જોવા મળી રહ્યું છે. તેણે ‘હમ’ અને ‘ખુદા ગવાહ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોમાં સફળતા બાદ શિલ્પા ટીવી તરફ વળી અને શો ‘એક મુઠ્ઠી આસમાન’માં જોવા મળી. હવે એવી ચર્ચા છે કે તે ‘બિગ બોસ’માં એન્ટ્રી કરી શકે છે.
શાહજાદા ધામી
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘છોટી સરદારની’ જેવા શોમાં જોવા મળી ચૂકેલા શહજાદા ધામીનું નામ ‘બિગ બોસ 18’ માટે આવી રહ્યું છે. નોંધનીય છે કે, શહેજાદા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના સેટ પર અનપ્રોફેશનલ બિહેવિયરને કારણે ચર્ચામાં હતો. નિર્માતા રાજન શાહીએ તેને રાતોરાત શોમાંથી કાઢી મૂક્યો હતો.
ચાહત પાંડે
ચાહત પાંડે એક ટીવી અભિનેત્રી છે. ગયા વર્ષે, તેણીએ ‘આમ આદમી પાર્ટી’ની ટિકિટ પર મધ્ય પ્રદેશની દમોહ બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી, જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ચાહત હાલમાં દંગલ ટીવીના શો ‘નાથ કૃષ્ણ ઔર ગૌરી કી કહાની’માં જોવા મળે છે. હવે ચર્ચા છે કે ચાહત પાંડે પણ ‘બિગ બોસ 18’માં જોડાશે.
એલિસ કૌશિક
એલિસ કૌશિકે ટીવી શો ‘પંડ્યા સ્ટોર’માં રવિની ભૂમિકા ભજવીને પોતાની અલગ ઓળખ બનાવી છે. આ વખતે તે ‘બિગ બોસ’માં પણ પોતાનું સ્થાન બનાવી શકે છે.
વિવિયન ડીસેના
વિવિયન ડીસેના ટીવી ઈન્ડસ્ટ્રીમાં હાર્ટથ્રોબ છે. આ શો માટે અભિનેતાનો ઘણી વખત સંપર્ક કરવામાં આવ્યો હતો અને આખરે આ વખતે તેને એન્ટ્રી કરવાનો નિર્ણય લીધો છે. વિવિયનએ ઇજિપ્તની પત્રકાર નૌરાન એલી સાથે લગ્ન કર્યા અને લાંબા સમયથી તેમના લગ્નને છૂપાવી રાખ્યા હતા. તેને એક પુત્રી પણ છે.
ઈશા સિંઘ
ઈશા સિંઘ ‘ઈશ્ક સુભાન અલ્લાહ’, ‘સિર્ફ તુમ’ અને ‘બેકાબૂ’ જેવા પ્રખ્યાત ટીવી શોમાં જોવા મળી છે. અભિનેત્રી તાજેતરમાં ‘બેકાબુ’ના કો-સ્ટાર શાલિન ભનોટ સાથેના રિલેશનશિપના સમાચાર કારણે ચર્ચામાં હતી. તે શાલીન સાથે કેટલીક મુખ્ય ઇવેન્ટ્સમાં જોવા મળી હતી, જેને લિંક-અપની અટકળોને વેગ આપ્યો હતો.